ધંધુકા ના આંગણે માં બાપ વગરની ૧૧૧ દીકરીબાના ભવ્ય સમૂહ લગ્ન સાથે તુલસી વિવાહ મહોત્સવ ધંધુકામાં ૨ નવેમ્બરે યોજાશે
ધંધુકા ના આંગણે માં બાપ વગરની ૧૧૧ દીકરીબાના ભવ્ય સમૂહ લગ્ન સાથે તુલસી વિવાહ મહોત્સવ ધંધુકામાં ૨ નવેમ્બરે યોજાશે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરના પાવન ધરા પર ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ "ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ તેમજ ૧૧૧ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ"નું અનોખું આયોજન થવાનું છે. આ પાવન મહોત્સવનું આયોજન આસ્થા ફાઉન્ડેશન તથા શ્રી યુવા બ્લડ ડોનેટ ગ્રુપ, ધંધુકા તથા સમગ્ર જાળીયા ગામની સહભાગિતાથી કરવામાં આવ્યું છે, જેમાં તુલસી વિવાહ સાથે ૧૧૧ દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન કરાવવામાં આવશે.
આ કાર્યક્રમ ખાસ કરીને નિરાધાર, અનાથ અને શારીરિક ખોટ ધરાવતી દીકરીઓ માટે જીવનની નવી શરૂઆતનું દ્વાર બની રહેશે. સમાજમાં માનવીય અભિગમ અને સહાનુભૂતિનો પરિચય કરાવતા આ મહોત્સવનું મુખ્ય આયોજન શ્રી ભવાની બિલ્ડર્સ - અમદાવાદના ઉપેન્દ્રસિંહ ચાવડા (ભાલનો સાવજ) દ્વારા કરવામાં આવ્યું છે, જેમનો પૌત્રિક ગામ ધંધુકા તાલુકાનું જાળીયા છે.
વિશેષ વાત એ છે કે આ સમગ્ર મહોત્સવ માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાથી સહાય અથવા અનુદાન લેવામાં આવતું નથી. આ આયોજન સંપૂર્ણપણે નિષ્કામ ભાવના અને સેવા તત્પરતાથી ભરપૂર છે, જે સૌને પ્રેરણાદાયી બનાવે છે.
આ તુલસી વિવાહ મહોત્સવ માત્ર ધાર્મિક કૃત્ય નહીં, પણ સમાજના દરેક વર્ગ માટે સંસ્કાર, સમર્પણ અને સહકારનું ઉદાહરણ છે.
આ અવસરે સમાજમાં દીકરીના સન્માન અને સમૂહ લગ્નના સંસ્કારી સંદેશને વિસ્તૃત કરવાનો આશય છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
