પીએમ મોદીની હત્યાના કાવતરાંનો પર્દાફાશ, પાંચ આતંકી પકડાયા - At This Time

પીએમ મોદીની હત્યાના કાવતરાંનો પર્દાફાશ, પાંચ આતંકી પકડાયા


પટના, તા.૧૪બિહારની રાજધાની પટનામાં પીએફઆઈના એક મોટા આતંકી ટ્રેનિંગ સેન્ટરનો ખુલાસો થયો છે. પોલીસે ઘટનાસ્થળે પાડેલા દરોડામાં બે શકમંદ આતંકીઓની ધરપકડ કરાઈ છે, જેમાંથી એક ઝારખંડમાં પોલીસ અધિકારી હતો. દરોડામાં જપ્ત કરાયેલ દસ્તાવેજોમાં પીએફઆઈનો વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના કાવતરાંનો પણ ખુલાસો થયો છે. પીએફઆઈએ પીએમ મોદીને પણ નિશાન બનાવ્યા છે. આ માટે કેન્દ્રમાં મુસ્લિમ યુવાનોને હથિયાર ચલાવવા, ધાર્મિક કટ્ટરવાદ, હિંસા ફેલાવવા તાલિમ અપાઈ રહી હતી.પટના પોલીસે જણાવ્યું કે ગુપ્તચર એજન્સીઓના ઈનપુટના આધારે ફુલવારી શરીફ વિસ્તારના નવા ટોલામાં સ્થિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ની ઓફિસમાં ૧૧મી જુલાઈએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ સમયે ત્યાંથી અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. આ દસ્તાવેજોમાં પીએફઆઈના મિશન-૨૦૪૭ સંબંધિત એક ગુપ્ત દસ્તાવેજનો પણ સમાવેશ થાય છે, જેમાં ભારતને આગામી ૨૫ વર્ષમાં ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનાં કાવતરાંનો ઉલ્લેખ છે.પોલીસે આ ટેરર મોડયુલ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. આ લોકો મુસ્લિમ યુવાનોને હથિયારોની તાલિમ આપી રહ્યા હતા. આ કેસમાં હવે એનઆઈએએ પણ તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલાં પટના પોલીસે ફુલવારી શરીફથી મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝની ધરપકડ કરી હતી. મોહમ્મદ જલાલુદ્દીન ઝારખંડ પોલીસમાં અધિકારી હતો અને તાજેતરમાં જ નિવૃત્ત થયો હતો જ્યારે અતહર પરવેઝ પ્રતિબંધિત આતંકી સંગઠન સીમીનો સક્રિય સભ્ય રહી ચૂક્યો છે. આ સિવાય પોલીસે મરગૂબ દાનિશ, અરમાન મલિક અને શબ્બીર આલમની પણ ધરપકડ કરી હતી.પટના પોલીસનો દાવો છે કે મુસ્લિમ યુવાનોનું બ્રેઈનવોશ કર્યા પછી તેમને સિમીનો સભ્ય અતહર પરવેઝ તાલિમ આપતો હતો. તેનો ભાઈ મંજર આલમ પટનાના ગાંધી મેદાનમાં વર્ષ ૨૦૧૩માં મોદીની હુંકાર રેલી અને બોધ ગયામાં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં જેલમાં છે. પોલીસની એફઆઈઆર મુજબ આ વખતે પણ પટનામાં પીએમ મોદીના કાર્યક્રમમાં ગડબડ ફેલાવવાનું પીએફઆઈનું કાવતરું હતું.પટના પોલીસ મુજબ ધરપકડ કરાયેલા બે લોકોના તાર પીએફઆઈ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ) સાથે સંકળાયેલા છે. પોલીસે આ બંને પાસેથી પીએફઆઈના ઝંડા, બુકલેટ, પેમ્ફલેટ અને અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેમાં ભારતને ૨૦૪૭ સુધીમાં ઈસ્લામિક દેશ બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. પટના પોલીસે કહ્યું કે જલાલુદ્દીન અને અતહર પરવેઝ ફુલવારી શરીફમાં આતંકી કેન્દ્ર ચલાવી રહ્યો હતો. અતહર પરવેઝ માર્શલ આર્ટ અને શારીરિક શિક્ષણ આપવાના નામે મોહમ્મદ જલાલુદ્દીન સાથે એનજીઓ ચલાવી રહ્યો હતો.પરવેઝ અને જલાલુદ્દીન બંને એનજીઓના નામે મુસ્લિમ યુવાનોને તાલિમ આપી રહ્યા હતા. તેમનો મુખ્ય આશય હિન્દુઓ વિરુદ્ધ મુસ્લિમોને ઉશ્કેરવાનો હતો. પટના પોલીસે જણાવ્યું કે, ૬ અને ૭ જુલાઈએ અતહર પરવેઝે ભાડાં પર લીધેલી ઓફિસમાં અનેક યુવાનોને માર્શલ આર્ટ અને શારીરિક શિક્ષણ આપવાના નામે બોલાવાયા હતા. અહીં તેમને હથિયારો ચલાવવાની અને ધાર્મિક કટ્ટરવાદ ફેલાવવાની તાલીમ અપાતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.