પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ₹2 વધી:ભાવમાં વધારો નહીં થાય, આદેશના અડધા કલાક પછી સરકારે સ્પષ્ટતા કરી- આ ખર્ચ પેટ્રોલિયમ કંપની ઉઠાવશે - At This Time

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ₹2 વધી:ભાવમાં વધારો નહીં થાય, આદેશના અડધા કલાક પછી સરકારે સ્પષ્ટતા કરી- આ ખર્ચ પેટ્રોલિયમ કંપની ઉઠાવશે


સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં. આને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે. હાલમાં, સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 19.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 15.80 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસૂલ કરી રહી છે. આ વધારા પછી, પેટ્રોલ પર પ્રતિ લિટર 21.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 17.80 રૂપિયા ડ્યુટી લાગશે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. સરકારના બે નોટિફિકેશન 1. એક્સાઇઝ ડ્યૂટીમાં 2 રૂપિયાનો વધારો 2. સામાન્ય લોકો માટે કિંમતો વધશે નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે 4 બાબતો પર આધાર રાખે છે.. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
જૂન 2010 સુધી, પેટ્રોલની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર કરવામાં આવતો હતો. 26 જૂન 2010 પછી, સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. તેવી જ રીતે, ઓક્ટોબર 2014 સુધી, ડીઝલના ભાવ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હતા. 19 ઓક્ટોબર, 2014થી, સરકારે આ કામ પણ તેલ કંપનીઓને સોંપી દીધું. હાલમાં, તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, વિનિમય દર, કર, પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સનું ગણિત નોંધ: આ આંકડા 7 એપ્રિલ 2025ના રોજ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુજબ છે. ક્રૂડ 4 વર્ષના નીચલા સ્તરે છે, છતાં સરકારે ભાવ વધાર્યા
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી એવા સમયે વધારી છે જ્યારે ક્રૂડ ઓઇલ 4 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 12% ઘટ્યું હતું. સોમવારે પણ બ્રેન્ટ ક્રૂડ 4% ઘટીને $64ની નીચે આવી ગયું. આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image