બરવાળા ના લઠ્ઠા કાંડ માં14 આરોપીઓ પૈકી 2ને આજે કોર્ટમાં રજૂ કરાયા - At This Time

બરવાળા ના લઠ્ઠા કાંડ માં14 આરોપીઓ પૈકી 2ને આજે કોર્ટમાં રજૂ કરાયા


14 આરોપીઓ પૈકી 2ને આજે કોર્ટમાં રજૂ કરાયા

બોટાદ પંથકમાં અને ખાસ કરીને બરવાળાના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલાંલઠ્ઠાકાંડના ચકચારી બનાવમાં મત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે બરવાળા પોલીસે આ ચકચારી બનાવમાં 14 વિરુદ્ધ નોંધેલાં ગુન્હામાંઆજે એક મહિલા સહિત 2 બૂટલેગરની ધકપકડ કરી હતી. જેમનેકોર્ટમાં રજૂ કરવામાં આવતા બરવાળા કોર્ટે 6દિવસના રિમાન્ડ મંજૂર
કર્યાં છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બોટાદ લઠ્ઠાકાંડના આરોપીઓ પૈકી ગજુબેન વડદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને આજે બરવાળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ સાઝે જિલ્લા પોલીસ વડાએ રિમાન્ડ માંગવા માટેના જરૂરી કારણો પણ જણાવ્યા હતા. જો કે કોર્ટે આરોપીઓને 6 દિવસ એટલે કે આગામી 2 ઓગસ્ટ બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. લઠ્ઠાકાંડના ચકચારી બનાવના પગલે બોટાદ LCB અને બરવાળા પોલીસ એકાએક હરકતમાં આવી હતી અને તાકિદની અસરથી 14 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદને લઈ પોલીસે સયુક્તપણે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં બરવાળા પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાંચે રોજીદ ગામની ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા તેમજ ચોકડી ગામના પિન્ટુ રસિક ગોરહવાની ધરપકડ કરી હતી. ઝડપાયેલાં બન્ને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત ખુલી હતી કે, પિન્ટુ ગોરાહવાએ મહિલા બુટલેગર ગજુબેન વડદરિયાને મિથેનોલ આલ્કોહોલ આપ્યો હતો. જે બાદ પોલીસે બન્નેને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે બરવાળા કોર્ટમાં રજૂ કર્યા હતા. જયાં કોર્ટે બન્ને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.