બાલાસિનોર આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટની સ્પર્ધામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો ભવ્ય વિજય. - At This Time

બાલાસિનોર આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટની સ્પર્ધામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો ભવ્ય વિજય.


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોરે 17 ઓવરમાં ચાર વિકેટે 145 રન બનાવ્યા.

આજે તારીખ 7/01/2023 ના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ ની સ્પર્ધા કોમર્સ કોલેજ ડભોઈ ખાતે યોજાઈ તેમાં સતત બીજી મેચમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર નો ભવ્ય વિજય થયેલ છે તે બદલ કોલેજના તમામ ખેલાડીઓને સંસ્થાના આચાર્યશ્રી ડૉ દિનેશભાઈ પી. માછી, સંસ્થાના હોદ્દેદારો શ્રી, કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર પ્રો. ડૉ સહેજાદઅલી ખોખર, તમામ અધ્યાપક મિત્રો અને નોનટિચિંગ સ્ટાફ તેમજ સંસ્થાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ગર્વની લાગણી અનુભવે છે.
૭/૦૧/૨૦૨૩ ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર ની દ્વિતીય મેચ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ સામે હતી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા તેની સામે 17 ઓવરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોરે ચાર વિકેટે 145 રન બનાવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.