પડધરી: સરકારી પ્રાથમિક શાળામાં જ બાળકોના આધારકાર્ડ કાઢી, અપડેટની સુવિધા આપવા માંગ
પડધરી તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં બાળકોના આધાર કાર્ડ કાઢવાથી લઈ અપડેટ કરવાની સુવિધા આપવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મનાત, ઈન્ચાર્જ મામલતદાર મોરડીયા, પ્રાથમિક શિક્ષણાધિકારી દિપ્તીબેન આદ્રોજાને આવેદન પત્ર પાઠવી પ્રાથમિક શાળાઓનાં બાળકોના આધાર કાર્ડ કાઢવાથી લઈ અપડેશન કરવાની સુવિધા આપવા માંગ કરી છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નાં કહેવા મુજબ આધારકાર્ડ એ વિધાર્થીઓ માટે પાયાની જરૂરીયાત છે. વર્તમાન સમયમાં બાળકના પ્રવેશથી માંડી શિષ્યવૃત્તિના ફોર્મ તેમજ અન્ય તમામ પ્રકારના સરકારી પરીક્ષા ના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ અનિવાર્ય છે. આ આધાર કાર્ડ નું અપડેશન પણ ચોક્કસ સમયે કરવાનું હોય છે અને આવા સંજોગોમાં જો તાલુકા કક્ષાએ આધારકાર્ડ ની પ્રક્રિયા સુચારુ માધ્યમથી ચાલતી નહીં હોય તો વાલી અને વિદ્યાર્થી મિત્રોને રાજકોટ સુધી ૩૦ ૩૦ સળ ધકકા ખાવા પડે,જે ખૂબ જ ગેરવાજબી બાબત છે.આ બાબતે સરકારશ્રીને વિદ્યાર્થીની શાળાની નજીક જ કેવી રીતે આધારકાર્ડ ની પ્રક્રિયા હાથ ધરી શકાય તે માટે આવરદાન આપી વિદ્યાર્થીઓ અને વાલીઓના સમય અને નાણાંનો બચાવ કરી શકાય.તેમ જ તેમના શિક્ષણ પર અસર ન પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.
તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ આ બાબતે સંગઠનની આ વાતને ધ્યાને લઈ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાએથી આવ્યવસ્થા કરી આપવા અંગે બાહેંધરી આપેલ છે.
પ્રખર રાષ્ટ્રીય ભાવના અને હિતો સાથે સંકળાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-પડધરી રચના નાં માત્ર ૪ માસમાં સમગ્ર તાલુકાના શિક્ષક બંધુઓ અને ગિનીઓ નાં પ્રશ્નો ને વાચા આપી પડધરી તાલુકાના શિક્ષકો માટે એક સંજીવની સ્વરૂપ સાબિત થઈ રહ્યો છે. સંગઠન નું કાર્ય માત્ર શિક્ષકો માટે જ નહિ પરંતુ શિક્ષકો, શિક્ષા, વિદ્યાર્થી અને સમાજ માટે જરૂરી તમામ કાર્યોમાં આગળ આવીને મદદ કરવા કટિબદ્ધ છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
