4 લાખનું દસ ટકા વ્યાજ પડાવ્યું, વધુ રૂપિયા પડાવવા છરીથી જીવલેણ હુમલો - At This Time

4 લાખનું દસ ટકા વ્યાજ પડાવ્યું, વધુ રૂપિયા પડાવવા છરીથી જીવલેણ હુમલો


એલઆઇસી સલાહકાર પાસેથી 4 લાખનું દસ ટકા વ્યાજ પડાવ્યું અને વધું રૂપીયા પડાવવા છરીથી જીવલેણ હુમલો કરતાં યુની. પોલીસ મથકમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટમાં જામનગર રોડ પર મનહર પુર-1 માં રહેતાં વિપુલભાઈ હીરાભાઈ ટોયટા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દશરથ ઠુંગા, કરણ ફાંગલીયા, કિશન ઝાપડા અને કિશન બોળીયાનું નામ આપતાં યુની. પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જયુબેલી ચોક પાસે આવેલ એલઆઈસીની ઓફીસમા એડવાઈઝર તરીકે વર્ષ 2019 થી ફરજ બજાવે છે. દશેક માસ પહેલા તેમના પિતાને હૃદયમા નળી બ્લોકેઝ આવતા તેમજ ઘરની સંપૂર્ણ જવાબદારી હોય અને પિતાની સારવાર પેટે રૂપીયાની જરૂરીયાત ઉભી થતા મીત્ર વિશાલ બાંભવાને રૂપીયાની જરૂરીયાતની વાત કરતા તેણે પોતાના પરીચીત મીત્ર દશરથ ફૂંગા વ્યાજે પૈસા આપશે તેમ વાત કરતા થોડા દિવસો બાદ યાજ્ઞીક રોડ ઉપર જીલ્લા પંચાયત કચેરીની બહાર ચાની કેબીન પાસે મળેલ તેઓએ રૂ.4 લાખની જરૂરીયાતનું કહેતાં દશ ટકા લેખે પોતે વ્યાજ લેશે તેમ જણાવ્યું હતું.
તેઓને મજબુરીમાં રૂપીયાની જરૂર હોય જેથી હા પાડેલ તેમજ તેને રોકડા રૂ. 4 લાખ આપેલ જે બાદ સાત મહીના સુધી દશ ટાકા લેખે રૂ. 40 હજારનું કુલ રૂ. 2.80 લાખ વ્યાજ આપેલ હતું. જે બાદ ગાંધીનગર ફીરોઝપુર ખાતેની એક જમીનનો સોદો તેઓએ કરેલ હોય જેની દલાલી પેટે રૂ.2 લાખની આવક થતા દસરથને તે રૂપીયા વ્યાજ પેટે રોકડા આપેલ હતા. જેના મહીના બાદ સંબંધી બનેવી કરણ ફાંગલીયા પાસેથી રૂ. 1.50 લાખ રોકડા લઈ દશરથનો વહીવટ પુરો કરવા તેને આપ્યાં હતા.
તેમજ કટકે કટકે રૂ.50 હજાર જુદી જુદી જગ્યાએ તથા રૂ.24 હજારનું ગુગલ પે તેને કરેલ હતું. જે બાદ રૂપીયાની વ્યવસ્થા ન થતા આરોપી અવાર નવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી પોતાના કોઈ પરીચીત મીત્રોને જેમા બે દીવસ પહેલા કરણ ફાંગલીયા નામનો વ્યક્તિ મારીતેઓની ગેરહાજરીમા તેમના ઘરે જઈ દશરથભાઈનો વહિવટ કેદી પતાવાનો છે ? તેમ કહી જો વહીવટ પતશે નહી તો જોઈ લેશુ તેવી ધમકી આપેલનું તેમના પિતાએ બે દીવસ પહેલા જણાવેલ હતું.
જેમાં વ્યાજખોર દશરથ પાસેથી લીધેલ રૂ.4 લાખ ના દસ ટકા લેખે આજ સુધી રૂ. 6.80 લાખ વ્યાજ સહીત ચુકવી દિધા હોવા છતા હજુ રૂ.4 લાખની 5ઠાણી ઉઘરાણી કરતો હતો.
ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે તેઓ મોટી ટાકી ચોક પાસે હતો ત્યારે કરણ ફાંગલીયાનો વોટસેપકોલ આવેલ અને કહેલ કે, તુ ક્યા છો, મારે ભેગુ થાવુ છે.,મારે દશરથ પાસેથી પૈસા લેવાના છે, તે તારુ નામ દે છે, જેથી તેઓએ તને ઓળખતો નથી, મારો વિહવટ તારી સાથે નથી, મને ફોન કરવો નહી કહી ફોન કાપી નાખેલો હતો.
જે બાદ ફરીથી ફોન આવતા સમાજના હોવાનુ માની હું તથા મારોતેઓ મીત્ર તેજસ ઝાપડા સાથે નવી કોર્ટ બીલ્ડીંગની પાસે આવેલ ફુડ ઝોન પાસે કરણ ફાંગલીયાને મળવા જતા ત્યા અગાઉથી દશરથ તથા તેની સાથે આવેલ ત્રણ વ્યક્તિ જેઓએ એક પછી એક પોતાનો પરીચય કરણ ફાંગલીયા, કિશન ઝાપડા તથા કિશન બોળીયા તરીકે આપી દશરથએ ગાળો આપી વ્યાજની રકમ તો તારે આપવી જ પડશે તેમ કહી કિશન ઝાપડા અને કિશન બોળીયાએ તેમને પકડી રાખી ત્યા હાજર કરણ ફાંગલીયાએ પેન્ટના નેફામાથી છરી કાઢી ઘા ઝીંક્યો હતો.
તેઓએ છુટવાનો પ્રયાસ કરતા કરણ ફાંગલીયાએ માથાના ભાગે ઘા ઝીંકી દિધો હતો. તેઓનું માથુ ફુટી ગયેલ જે બાદ બીજો છરીનો ઘા સાથળના ભાગે મારતા મારા ખીસામા રહેલ પાકીટમા વાગતા જરૂરી ડોક્યુમેન્ટ ટુટી ગયેલ અને તેઓ ભાગવાનો પ્રયાસ કરતાં દશરથએ ત્યા પડેલ પથ્થર ઉપાડી પથ્થરનો છુટો ઘા ઝીંક્યો હતો.
જે બાદ તેઓ નજીકમાં આવેલ પરિચિતના ઘરે દોડી ગયાં બાદ તેમને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
વધુ 4 લાખ પડાવવા અન્ય ત્રણ શખ્સો સાથે મળી નવી કોર્ટ પાસે યુવાનને છરીના ઘા ઝીંકી દિધા: યુની. પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image