પ્રાથમિક શાળાના જ્ઞાનસહાયકોને અન્ય શિક્ષકોનીજેમ રજાઓ આપવા ટિમ ગબ્બરની માંગ
પ્રાથમિક શાળાના જ્ઞાનસહાયકોને અન્ય શિક્ષકોનીજેમ રજાઓ આપવા ટિમ ગબ્બરની માંગ.ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા શિક્ષણમંત્રી, રાજ્યપાલ, અને મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરી જણાવેલ છે કે,તાજેતરમાં ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે અગિયાર માસના કરારથી જ્ઞાનસહાયકોની નિમણૂક કરવામાં આવેલી છે તે પગલું સરાહનીય છે અને તેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાનસહાયકોની નિમણૂક અને શરતો તથા બોલીઓ મુજબ નિમણૂક અને શરતો તથા બોલીઓમાં રજાઓ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ ન હોય જેથી સત્વરે આવા શિક્ષકોને થતો અન્યાય દૂર કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાનસહાયકોની જેમ ૧૧ પરચુરણ રજા,૧૧ ખાસ રજા તથા મહિલા કર્મચારીઓને એક વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા કર્મચારીઓને ૯૦ દિવસની માતૃત્વ રજા આપવા પ્રાથમિક શાળાના આશરે દસ હજાર જેટલા કર્મચારીઓની તથા અમારી ટિમગબ્બરની માંગ સાથે રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.