રાજકોટ: ટ્રાવેલ્સની બસ ચોરી કરી કોઈએ સળગાવી નાખી - At This Time

રાજકોટ: ટ્રાવેલ્સની બસ ચોરી કરી કોઈએ સળગાવી નાખી


રાજકોટમાં પિતૃકૃપા ટ્રાવેલ્સની બસ ચોરી કરી કોઈએ સળગાવી નાખી હતી. આ બનાવમાં ધંધા ખાર કારણભૂત હોવાનું જાણવા મળે છે. આજીડેમ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.45, રહે. શિવનગર શેરી નં.2 પી.ડી.માલવીયા કોલેજ પાછળ ગોંડલ રોડ રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું ગોંડલ ચોકડી પાસે પિતૃકૃપા નામથી ટ્રાવેલ્સની ઓફીસ ચલાવી ધંધો કરું છું. ગઇ તા.28/9/2023ના સાંજના સાતેક વાગ્યે હું મારી પિતૃકૃપા ઓફીસે ગોંડલ ચોકડી ખાતે હાજર હતો
ત્યારે મારી ટ્રાવેલ્સ આઇસર બસ નં.જીજે-03-બીજેડ-0070 વાળીના ડ્રાઇવર અમીતભાઇ બાંટવાથી જુનાગઢ થઇ રાજકોટ અમારી ઓફીસે આવેલ અને બસ અમારી ઓફીસથી થોડે આગળ પુલની નિચે પાર્ક કરી દીધી હતી. બસની ચાવી ઓફીસે મારી પાસે જમા કરાવી દિધેલ હતી. બીજા દિવસે તા.29/9/2023ના રોજ સવારના સાતેક વાગ્યે મારી ઓફીસમાં નોકરી કરતા લક્કીરાજસિંહ આવેલ અને આ અમારી બસની ચાવી એક મારવાડી જે એક દિવસથી કામે લાગેલ હતો તેને આ ટ્રાવેલ્સ આઇસર સાફ સફાઇ કરવા ચાવી આપેલ. જેથી આ માણસ જયા અમારી બસ પાર્ક કરેલ હતી તે જગ્યાએ ગયેલ અને તુરત પાછો આવેલ અને તેણે લક્કીરાજસિંહને વાત કરેલ કે, આપણી બસ પાર્કીંગના સ્થળે નથી.
તપાસ કરી તુરત જ મને ઉપરોકત હકીકતની જાણ કરતા હું ઓફીસે આવેલ. મેં 100 નંબરમાં જાણ કરેલ. મારી બસ ચોરી કરી કોઇ લઇ ગયેલ હોય સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે મને કુવાડવા રોડ પોલીસ મથકેથી ફોનથી જાણવા મળેલ કે, આ મારી બસ ટ્રાવેલ્સ કુવાડવા રોડ પોલીસની હદમાં સળગેલી હાલતમાં પડેલ છે. જેથી મારી ઓફીસવાળા ભાવેશભાઇ ધાણીધરયા તથા ડ્રાઇવર અમીતભાઇ બન્ને તપાસ કરવા ગયેલ હતા અને તેઓએ મને જાણ કરેલ કે, આપણી ઉપડી ગયેલ તે બસ કોઇએ સળગાવી નાખેલ છે. બસને કોઇ પદાર્થથી સળગાવી નાખી આશરે રૂપીયા આઠ લાખનું નુકસાન કરેલ છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.