હિરોલા પાંડી ફ.વર્ગ હિરોલા પ્રા.શાળામાં સંજેલી તાલુકાના બીટ કેળવણી નિરીક્ષક ધવલભાઈ પંચાલ દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આજરોજ પાંડી ફ. વર્ગ હિરોલા પ્રાથમિક શાળા ,તા.સંજેલીમાં સંજેલી તાલુકાના બીટ કેળવણી નિરીક્ષકશ્રી ધવલભાઈ પંચાલ દ્વારા ગુણોત્સવ અંતર્ગત શાળાની મુલાકાત લેવામાં આવી. સવારે શાળામાં પ્રાર્થના કાર્યક્રમમાં હાજરી આપી.પ્રાર્થના,ભજન, ધૂન સહીત બાળકોની પ્રવુતિઓ નિહાળી.પ્રવુતિઓમાં જરૂરી સુધારા વધારા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ તમામ બાળકોની એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી,વાંચન, લેખન, ગણન જેવી પ્રવુતિઓની ચકાસણી કરવામાં આવી. જરૂરી સુધારા માટે સૂચન કરવામાં આવ્યું. બપોરે બાળકો સાથે સામુહિક ભોજન કરવામાં આવ્યું. શાળાના જરૂરી પત્રકો, માહિતીની ચકાસણી કરવામાં આવી.શાળા સ્વછતા,મધ્યાહન ભોજનની સ્વચ્છતા, બાળકોની વ્યક્તિગત સ્વચ્છતા વિશે શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ચારેલ અને સંજેલી આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી.આમ ગુણોત્સવમાં સમગ્ર શાળાનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે
