વિરપુર પોલીસે ૮ જેટલા અસમાજિક તત્વો સામે કાર્યવાહી હાથ કરી.... - At This Time

વિરપુર પોલીસે ૮ જેટલા અસમાજિક તત્વો સામે કાર્યવાહી હાથ કરી….


વિરપુરમાં અનેક મારામારી છતાં માત્ર આઠ જ નામોની યાદી બનાવતાં આશ્ચર્ય....
મહિસાગર જીલ્લાના વિરપુર પોલીસ દ્વારા આઈજીની સુચના બાદ અરાજકતા ફેલાવનારા અસામાજિક માથાભારે અને ગુંડા તત્વોની યાદી બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માત્ર આઠ જ નામો સમાવવામાં આવતાં આશ્ચર્યજન્મ્યું છે પોલીસ વડાની કડક સૂચના બાદ ગુનાહીત પ્રવૃતિઓ સાથે સંકડાયેલા આઠ માથાભારે ઇસમોના નામ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યાં છે. જેમાં દારૂનું વેચાણ, પ્રોહિબિશન, જાહેરનામાનો ભંગ, મારામારી, મિલકત સંબંધિત ગુનાઓ સહિતના વિવિધ ગુનાઓમાં સંળોવાયેલા આઠ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. આગામી દિવસોમાં આ શખ્સો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે વિરપુર પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. સોનારાએ જણાવ્યું કે, આવા લોકો અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર નહીં રહે અને સમાજમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો તેવા લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવાશે અને આના સિવાય પણ કોઈ અન્ય વ્યક્તિઓ પણ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે સમાજમા પોતાનો ખૌપ બતાવી સમાજમાં ડરનો માહોલ ફેલાવી સમાજમાં અશાંતિ ઉભી કરી રહ્યા છે તેવુ પણ અમારા ધ્યાનમાં આવશે તો પણ તેવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે , પોલીસે અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને સચેત કરવામાં આવ્યા છે કે, તેઓ સમાજમાં શાંતિ જાળવવા માટે કાયદાનો પાલન કરે, વિરપુર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના મજબૂત થશે,
બીજી તરફ લોક મુખે એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે હજુ પણ કેટલાક લોકો એવા છે જેઓ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા છે અને હજુ પણ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને જેઓ સમાજમાં ખોટો રોફ જમાવી અને ડરનો માહોલ ફેલાવી રહ્યા છે તો તેવા લોકોને કેમ છાવરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે...

રીપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image