પ્રાચી ૧૦૮ ટીમની ઉમદા કામગીરીએ બચાવ્યો માતા અને બાળકનો જીવ - At This Time

પ્રાચી ૧૦૮ ટીમની ઉમદા કામગીરીએ બચાવ્યો માતા અને બાળકનો જીવ


પ્રાચી ૧૦૮ ટીમની ઉમદા કામગીરીએ બચાવ્યો માતા અને બાળકનો જીવ
------
એમ્બુલન્સમાં જ કરાવવામાં આવી સફળતાપૂર્વક પ્રસૂતિ, પરિવારે સમગ્ર સ્ટાફનો માન્યો‌ આભાર*

ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાના નાખડા ગામે રહેતા ભાવનાબેન ભરતભાઈને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો હતો આ કોલ મળતાની સાથે જ પ્રાચી ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી.હરેશ પરમાર અને પાયલોટ નરેશ ચોહાણ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને જરુરી જણાતા એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
વેરાવળ તાલુકાના નાખડા ગામે રહેતા ભાવનાબેન ભરતભાઈને પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો હતો.આ કોલ મળતાની સાથે જ પ્રાચી ૧૦૮ ટીમના ઈ.એમ.ટી.હરેશ પરમાર અને પાયલોટ નરેશ ચોહાણ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પર પહોંચીને જરુરી ઈ.એમ.ટી.દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી અને ભાવનાબેનને પ્રસુતિનો અસહ્ય દુખાવો હોવાથી હોસ્પિટલ લઈ જતા રસ્તે અચાનક દુઃખાવો વધવાથી તત્કાલીન અમદાવાદ ૧૦૮ સેન્ટર ખાતેના ડોક્ટર સાથે ફોન દ્વારા માર્ગદર્શન મેળવીને એમ્બ્યુલન્સમાંજ નોર્મલ પ્રસુતિ કરાવી અને જરુરી દવા આપવામાં આવી હતી અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો તેમજ વેરાવળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતાં.જેથી સફળતાપૂર્વક દીકરાનો જન્મ‌ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ ના સ્ટાફનો આભાર માન્યો‌ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.