પોલીસ પ્રજાનો મિત્ર બ્રાહ્મણ પરિવારને પડધરી પોલીસનો ‘સુખદ’ અનુભવ
રાજકોટ-જામનગર હાઇવે પર શનિવારે રાતના ૨ વાગ્યે સતત વરસાદ વરસતો હતો ત્યારે આશરે ૭૦ વર્ષની ઉંમરના પ્રૌઢ સાથે એક મહિલા, એક અશક્ત પ્રૌઢ અને એક બાળક સુમસાર હાઇવે પર ગાડીમાં પંચર પડતા કોઇ મદદ કરે તે માટે રાહ જોતા હતા. દોઢ કલાકથી તેઓ પ્રયત્ન કરતા હતા અને પરસેવાથી નીતરતા હતા ત્યારે સમસ્યા સામાન્ય હતી પણ રાત્રીના ૨ વાગ્યે મદદ માટે કોઇ વાહન ઉભારેવા તૈયાર જ નહોતુ નાઇટ ડ્યુટીમાં નિકળેલ પડધરી પોલીસની ટીમ સાથે ત્યાંથી પસાર થતા હેરાન પરેશાન પરીવારને જોઈને પોલીસે બોલેરોમાંથી જેક કાઢી,પોતે જ ભીની જમીન પર બેસી કોન્સ્ટેબલ દાદભાઈ અને રણજિતભાઇએ ગાડી રિપેર કરી પરેશાન બ્રાહ્મણ પરિવારની સમસ્યાનો અંત લાવ્યો.ઘટના સામાન્ય હતી પરંતુ ગાડી રિપેર થયા પછી બ્રાહ્મણ પરિવારના ચહેરા પર જે કૃતજ્ઞતા, આનંદ અને ખાખી પરત્વે જે અહોભાવની લાગણી હતી તે અસામાન્ય હતી,પોલીસની જવાબદારીભરી નોકરીના સઘળા જ તણાવ અને થાકમાથી રાહત આપનારી હતી અને સામાન્ય જનમાનસમાં રહેલ પોલીસની નકારાત્મક છાપને દુર કરનારી હતી..! ભાવુક થયેલ બ્રાહ્મણ પરિવારે ખૂબ આગ્રહ કરીને પોલીસ બંધુઓને પ્રસાદનું પડીકું આપ્યું અને સાથે આનંદીત ચહેરો હસ્તમુખે જાણેકોઈ સંત મહાપુરુષ અંતરના આશીર્વાદ આપતા હોય તેઓ પોલીસને આશીર્વાદ રૂપે આભાસ થયો હતો.
રિપોર્ટર - નિખીલ ભોજાણી 9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.