કારેલીબાગ રાત્રી બજાર બહાર હાઈમાસ્ટની ‌લાઈટો ધડાકાભેર તૂટી પડી - At This Time

કારેલીબાગ રાત્રી બજાર બહાર હાઈમાસ્ટની ‌લાઈટો ધડાકાભેર તૂટી પડી


વડોદરા,તા. 17 જુન 2022,શુક્રવારવડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજાર નજીક ગઈ મોડીરાત્રે કોર્પોરેશનના હાઈમાસ્ટની ‌લાઈટો ધડાકાભેર તૂટી પડતા જાનહાનિ તથા રહી ગઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓમાં આખું કોર્પોરેશનનું તંત્ર વ્યસ્ત બન્યું છે ત્યારે કારેલીબાગમાં વુડા સર્કલ નજીક કોર્પોરેશનના હાઈમાસ્ટ પર લગાવેલી લાઈટો મધરાતે ધડાકાભેર તૂટી પડી હતી.અવાજ સાંભળી આસપાસના લોકો બહાર નીકળી આવ્યા હતા જ્યારે રાત્રી બજાર માંથી પણ લોકો બહાર આવી ગયા હતા. સારા નસીબે આ વખતે ટ્રાફિક નહિવત્ હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી. જો આ બનાવ દિવસે બન્યો હોત તો જાનહાની થવાની શક્યતા હતી. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં તૂટી પડેલી લાઈટ દૂર કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.