ઉનાળાના આરંભે જ સૂર્ય નારાયણ તપ્યાં, રાજકોટ 37 ડિગ્રી સાથે સૌથી ગરમ - At This Time

ઉનાળાના આરંભે જ સૂર્ય નારાયણ તપ્યાં, રાજકોટ 37 ડિગ્રી સાથે સૌથી ગરમ


હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે.
રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયા માં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ16.5 મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધ્યું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે.
13 માર્ચ સુધી ગરમી રહેશે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે. ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકોને ઠંડી અને ગરમી બંન્નેનો અનુભવ થઈ રહ્યો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.