બાવળાનાબગોદરા સહયોગ હોટલના સંચાલકે માનવતા દાખવી પાકીટમાં રહેલ 2લાખથી વધુ રકમપરત કર્યાં - At This Time

બાવળાનાબગોદરા સહયોગ હોટલના સંચાલકે માનવતા દાખવી પાકીટમાં રહેલ 2લાખથી વધુ રકમપરત કર્યાં


બાવળા તાલુકાના બગોદરા ગામે અરણેજ ચોકડી પર આવેલ સહયોગ હોટલમા ગત તા.7.12.23ના રોજ સવારના સમયે આણંદમા આવેલ કોદરીના મીલના માલિક ચા પાણી કરવા આવેલ અને ઉત્તાવળમાં પૈસા ભરેલ પાકિટ હોટલમાં ભૂલી ગયેલ અને લીમડી પહોચી ગયા હતા ત્યારે હોટલના સંચાલકે પાકિટ જોતા તેમા બે લાખ વિશ હજાર ત્રણસો રૂપિયા હતા.જે પાકિટ ભૂલી ગયા હતા તે માલિક લીમડીથી પર અવતા તેમને હોટલના સંચાલક સોનસિંહે પૂરી ઓળખ કરી રૂપિયા ભરેલ પાક્ટ મૂળમાલિકને સુપ્રત કર્યુ આ પ્રસંગે બગોદરા ગામના અગ્રણી આગેવાન ગોવિંદભાઈ લક્ષમણભાઈ મકવાણા, દિપકભાઈ ગોવિંદભાઈ મકવાણા તથા ભીખાભાઈ હાજર રહ્યા હતા પારકુ ધન ધૂળ બરોબર સહયોગના માલીકે પ્રમાણીક્તા નુ ઉદારણ પુરુ પાડ્યું હતુ

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.