નવનિયુક્ત મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડી પડ્યો - At This Time

નવનિયુક્ત મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડી પડ્યો


નવનિયુક્ત મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડી પડ્યો
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં અનેક બદલીઓ કરવામાં આવેલ ત્યારે મેંદરડા ના ઇન્ચાર્જ પીએસઆઇ હડીયા ની જગ્યાએ મહીલા પીએસઆઇ એસ.એન. સોનારા ની નિમણૂક થતા સતત પેટ્રોલિંગ દરમ્યાન મેંદરડાના આલીધ્રા ખાતે પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીદારો દ્વારા જાણ થતા આલીધરા ગામે રહેતા સિરાજ અલારખા જોધપરા પોતાના મકાન પાસે આવેલ પડતર મકાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે તેવી હકીકત મળતા તે જગ્યાએ રેડ કરતા જુદી જુદી બ્રાન્ડનો દારૂ બિયર મોબાઈલ સહિતનો મુદ્દા માલ આશરે કિંમત 13640 સાથે આરોપીને પકડી પાડેલ છે ત્યારે બીજો આરોપી સોહિલ અલારખા જોધપુરા ફરાર થયેલ છે આ બંને વિરુદ્ધ કલમ 65 ઈ 81 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
ઉપરોક્ત કામગીરીમાં મહિલા પીએસઆઇ એસ.એન.સોનારા, પોલીસ સ્ટાફ ના એસ.ડી. સોંદરવા, અનિલ જમોડ સુરેશ ભંભાણા કંચનબેન બારીયા સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.