ધંધુકાની તગડી શ્રી મહાપ્રભુજીની ઐતિહાસિક બેઠકનો તારીખ 24મીને ગુરુવારે ગૌસ્વામી 108 શ્રી કપિલ કુમારજીના સાનિધ્યમાં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી - At This Time

ધંધુકાની તગડી શ્રી મહાપ્રભુજીની ઐતિહાસિક બેઠકનો તારીખ 24મીને ગુરુવારે ગૌસ્વામી 108 શ્રી કપિલ કુમારજીના સાનિધ્યમાં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી


ધંધુકાની તગડી શ્રી મહાપ્રભુજીની ઐતિહાસિક બેઠકનો તારીખ 24મીને ગુરુવારે ગૌસ્વામી 108 શ્રી કપિલ કુમારજીના સાનિધ્યમાં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી

ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદની વ્યવસ્થા ગુજરાત ભરમાંથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો હાજરી આપશે

અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્ટેટ મહાપ્રભુજીની બેઠક તગડી ખાતે આગામી તારીખ 24 મી એપ્રિલ ગુરુવાર ના રોજ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી કપિલ કુમારજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે

મહાપ્રભુજી ની તગડી ની ઐતિહાસિક બેઠકના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે અમદાવાદ ભાવનગર અને સમગ્ર ગુજરાતમાંથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો દર્શન નો લાભ લેવા વિશાળ સંખ્યામાં હાજરી આપનાર છે ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

કાર્યક્રમ પ્રસંગે સવારે 10:00 વાગ્યે ફૂલના પલના તથા રાજભોગ ફુલ મંડળી તથા તિલકના દર્શન બપોરે 2:00 વાગ્યે રાખેલ છે

ઉપરાંત મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image