ઓવરબ્રિજના પેરફીટની કામગીરી શરૂ થઈ: હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજનું કામ હોળી બાદ શરૂ, બાકીનો 30 મીટરનો એક ગાળાનું ધાબુ ભરાયું - At This Time

ઓવરબ્રિજના પેરફીટની કામગીરી શરૂ થઈ: હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજનું કામ હોળી બાદ શરૂ, બાકીનો 30 મીટરનો એક ગાળાનું ધાબુ ભરાયું


હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા ઓવરબ્રિજમાં 30 મીટરનો એક એવા 6 ગાળામાંથી એક ગાળાનું બાકી હતું.જે કામ શરૂ થતાં ભરી દેવાયું છે. બીજી તરફ પુલના પેરફીટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને આ માસમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ શકે છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ભોલેશ્વરને જોડતો હાથમતી નદી પરનો ઓવરબ્રિજ અંદાજે 15 કરોડથી વધુનો ઓવરબ્રિજ 180 મીટર લાંબો પાચ પિયર, બે અબડમેન્ટ અને બંને તરફ એપ્રોચ સાથેનો 16 મીટર પહોળો બંને તરફ ફૂટપાથ વાળો મંજૂર થયા બાદ તેની કામગીરી ગત ફેબ્રુઆરી માસમાં શરૂ થઇ હતી. ત્યારે આજે કામગીરીને 12મો મહિનો ચાલી રહ્યો છે. થોડાં સમય પહેલાં 180 મીટર ઓવરબ્રિજ માટે 30 ગડર લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 30 મીટરના એક એવા છ ગાળા પર ધાબાની કામગીરી શરૂ થઇ હતી. જેમાં હાલમાં 30 મીટરના પાંચ ગાળા પર ધાબુ ભરાયું છે. એક ગાળાનું ધાબુ શ્રમિકો હોળીના તહેવારને વતન જતા બાકી રહ્યું હતું. જે હોળીનો તહેવાર બાદ કામગીરી શરૂ થઈ હતી. જેથી બાકીના એક ગાળાનું ધાબુ ભરી દેવાયું છે.

આ અંગે એજન્સીના સુપરવાઈઝર પંકજ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, 18 મહિનાની કામગીરી પૂર્ણ કરવાના સામે હાલમાં 12મો મહિનો કામગીરીનો ચાલી રહ્યો છે અને 180 મીટરના હાથમતી ઓવરબ્રિજની કામગીરીમાં 6 ગાળામાં ધાબુ ભરવાની કામગીરી ગડર લોન્ચ કર્યા બાદ શરૂ કરી હતી. જેમાં 30-30 મીટરના પાંચ ગાળા પર ધાબુ ભરાઈ ગયું છે. હોળી તહેવાર પૂરો થયા બાદ બાકીનો 30 મીટરનો એક ગાળાનું ધાબુ ભરવામાં આવ્યું છે. જેથી ધાબાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે બંને તરફની ફૂટપાથ અને પુલની પેરફીટની કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.