13 સ્કૂલવાન પરમિટ વિના દોડતી’તી, RTOએ રૂ.1.65 લાખનો દંડ ફટકાર્યો
બે મહિના પહેલા આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. પ્રાઇવેટ પાસિંગ અને બાળકોને સીએનજી કીટના પાટિયા ઉપર બેસાડવા મુદ્દે વિવાદ થયો હતો. જે-તે સમયે સ્કૂલવાનચાલકોએ તંત્ર મુદ્દત આપે તો તમામ બાબતો નિયમ મુજબ કરાવી લેવાનું જણાવ્યું હતું પરંતુ આજે એ બાબતન બે-ત્રણ મહિના વીતી ગયા છતાં હજુ મોટાભાગની સ્કૂલવાન ખાનગી પાસિંગ સાથે દોડી રહી છે ત્યારે રાજકોટ આરટીઓની ટીમે શુક્રવારે સ્કૂલવાન વાહનોનું ચેકિંગ એસ.એન.કે સ્કૂલ પાસેના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમા અધિકારીઓની ટીમે કુલ 13 સ્કૂલવાન વાહનો જે પ્રાઇવેટ વાહનો તરીકે પાસિંગ હોય તેમના વિરુદ્ધ પરમિટભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ 1,65,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.