“મહુામાં સફેદ ડુંગળીના ભાવ તળિયે: ભાવ મુદ્દે ઉગ્ર રજૂઆત બાદ હવે વાહનમાં હરાજી કરવાનો નિર્ણય”
મહુામાં સફેદ ડુંગળીના ભાવ અત્યંત ઘટતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવ પાણીના દર જેટલા થતા તેમને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂત કલ્યાણ સંઘ અને આગેવાનોએ અગાઉ હરાજી અટકાવવી અને ચક્કાજામ જેવા આંદોલનાત્મક કાર્યક્રમો યોજ્યા હતા આંદોલન બાદ વેપારીઓ, ડિહાઇડ્રેશન ઉદ્યોગકારો અને આગેવાનો સાથેની ચર્ચામાં ભાવ સુધારવાની ખાતરી અપાઈ હતી, જેના પગલે વિરોધ શાંતિપૂર્ણ રીતે અટકાવ્યો હતો તથાપિ થોડા દિવસોમાં ભાવ ફરી ઘટતાં આજે ખેડૂત આગેવાનોએ બેઠક બોલાવી. મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી, અને યાર્ડના સત્તાધીશો સામે ભાવ મુદ્દે તીવ્ર રજૂઆત કરી અંતે નિર્ણય લેવાયો કે હવે ડુંગળીની હરાજી યાર્ડની અંદર નહીં, પણ વાહનમાં જ કરવામાં આવશે, જેથી વાવઝોડાની સ્થિતિ ટાળી શકાય અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
