વિરપુર બાલાસિનોર માર્ગ પર બિલ્ડીંગ મટીરીયલ વેરાતા વાહનચાલકોને ભારે હાલાકી... - At This Time

વિરપુર બાલાસિનોર માર્ગ પર બિલ્ડીંગ મટીરીયલ વેરાતા વાહનચાલકોને ભારે હાલાકી…


વિરપુરના જાહેર માર્ગ ઉપર પત્થર રેતી ના ઓવરલોડ અને ખુલ્લા વાહનો માંથી રોડ પર પડતી ઝીણી પથરીઓ પથરાઈ જતા વાહન ચાલકો સ્લીપ ખાઈ અકસ્માતના બનાવો બનવા પામ્યા છે ત્યારે
વિરપુર બાલાસિનોરના મુખ્ય માર્ગ પર પસાર થતા ભારે અને ઓવર્લોડ વાહનોમાંથી પથ્થર,રેતી,કપચી,ડામર રોડ ઉપર પડવાથી મુખ્યમાર્ગ ઉપર ઝીણા પથ્થરો પથરાઈ જવાથી વાહન ચાલકો ખાસ કરી દ્વીચક્રી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા નાની મોટી ઈજાઓ થઈ રહી હોવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે ઓવરલોડ ભરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વિરપુર થી પસાર થતો મુખ્ય માર્ગ ઉપર દિવસ રાત ભારે વાહનો ની અવર જવર થતી હોય છે હાઈવા ઓવરલોડ માલ ભરેલા વાહનોની ખુબજ અવર જવર થઈ રહી છે જેમાં પત્થર , રેતી અને કપચી ડામર જેવી વસ્તુઓ ઓવર લોડ લઇ કોઈપણ જાત ની રોકટોક વગર બેફામ પસાર થતી હોય છે જેને લઇ રોડ ઉપર આ પડતાં અને આવા વાહન પાછળ આવતા લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે અને રોડ ઉપર પથરાઈ જતા દ્વીચક્રી વાહન ચાલકો છાશવારે અકસ્માત ભોગ બની રહ્યા છે સત્વરે આવા વાહનો પર તંત્ર દ્વારા અંકુશ લાવવામા આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.