ગુમ થયેલ કુલ રૂ.૧૭૪૪૨ નો મોબાઈલ અરજદારને પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન - At This Time

ગુમ થયેલ કુલ રૂ.૧૭૪૪૨ નો મોબાઈલ અરજદારને પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન


(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
ભાવનગર પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.રાવલનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી બોટાદ નેત્રમ દ્વારા કરાવવામાં આવી રહેલ છે.તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે, તા.૨૪/૦૧/૨૦૨૫ ના સવારના આશરે ક.૦૮/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર ખોજાવાડી વિસ્તારમાં આવેલ દુઆ ફ્લેટ પાસે પોતાની દિકરીને સ્કુલ બસમાં બેસાડવા માટે ગયેલ તે સમયે પોતાનો OPPO કંપનીનો મોબાઈલ ક્યાંક ભુલી ગયેલ હોય. ત્યારબાદ તે જગ્યાએ આજુ-બાજુ શોધખોળ કરવા છતાં મોબાઈલ મળી આવેલ નથી, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી સબીહા હોસ્પિટલ લોકેશનના કેમેરાની મદદથી અરજદારનો મોબાઈલ લઈ જનાર મહિલાને શોધી ટેકનિકલ એનાલિસિસથી મોબાઈલ અરજદારને પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, અરજદારને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ

મુદામાલ:-OPPO કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ૧૭,૪૮૨/-
કામગીરીમાં જોડાયેલ અધિકારી તથા કર્મચારીઓ:-(૧) પો.સબ.ઇ.વાય.એન.ડાભી નેત્રમ ઇન્ચાર્જ(૨) એ.એસ.આઈ. એમ.બી.બારૈયા (બોટાદ ટાઉન)
(૩) અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ(૪) આ.હે.કો. વિક્રમભાઈ ભીમાભાઈ મકવાણા
(૫) આ.પો.કો. ભાવસંગ જશુભાઈ રાઠોડ(૬) આ.લો. ભવાનભાઈ વિરમભાઈ જમોડ(૭) આ.લો. ભાવેશભાઈ નંદલાલભાઈ હરિયાણી
(૮) આ.સો.એન્જી. અજયભાઈ ભુપતભાઈ મુળિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image