દામનગર નગરપાલિકાનાં શાસક પક્ષ ના બે સભ્યોને ગેરલાયક ઠરાવતા અમરેલી જિલ્લા કલેકટર દહીંયાં - At This Time

દામનગર નગરપાલિકાનાં શાસક પક્ષ ના બે સભ્યોને ગેરલાયક ઠરાવતા અમરેલી જિલ્લા કલેકટર દહીંયાં


દામનગર નગરપાલિકાનાં શાસક પક્ષ ના બે સભ્યોને ગેરલાયક ઠરાવતા અમરેલી જિલ્લા કલેકટર દહીંયાં 

દામનગર નગરપાલિકા માં શાસક પક્ષ ના ચૂંટાયેલ સભ્યો એ સ્વૈચ્છિક નેતિક જવાબદારી ન બજાવતા જાગૃત અરજદાર ની ત્રણ-ત્રણ સંતાનો ધરાવતા હોવાની અરજીનાં આધારે ભાજપ ના બે સભ્યો સસ્પેન્ડ કરતો નામદાર ગુજરાત સરકાર નો હુકમ
દામનગર નગરપાલિકાનાં શાસક પક્ષ ના બે સભ્યોને ગેરલાયક ઠરાવતા અમરેલી જિલ્લા કલેકટર અજય દહીંયાં અમરેલી જિલ્લાની ભાજપ શાસિત નગર પાલિકાના ૨ સભ્યોને કલેકટર દ્વારા ગુજરાત નગર પાલિકા અધિનિયમના ભંગ બદલ સભ્ય પરથી બરતરફ કરવામાં આવ્યા છે.બંને સભ્યોએ ચાલુ ટર્મ દરમિયાન બાળકોને જન્મ આપતા ત્રણ-ત્રણ સંતાનો ધરાવતા હોવાની અરજીના આધારે કલેકટર દ્વારા તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.ભાજપ શાસિત પાલિકાનાં બે સભ્યોને જિલ્લા કલેક્ટરે દૂર કરતાં સ્થાનિક રાજકારણમાં ગણગણાટ પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છગનભાઈ સામતભાઈ ભાસ્કર રહે.દામનગર દ્વારા ગત ૧૬ જૂનના રોજ કરવામાં આવેલ અરજીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે તેની રજૂઆત પ્રમાણે,દામનગર પાલિકાના વોર્ડ નંબર - બે ના ખીમાભાઈ દાનાભાઈ કાસોટીયા તથા વોર્ડ નંબર ત્રણ ના મેઘનાબેન અરવિંદભાઈ બોખા ચાલુ ચૂંટાયેલ સભ્યોએ ટર્મ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપતા તેઓને ગેર લાયક ઠેરવવામાં આવે જેના આધારે કલેકટર દ્વારા ગુજરાત નગર પાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ-૩૮ મુજબ બંને સભ્યો સામે ચીફ ઓફિસર-દામનગર મારફતે તાપસ ચલાવતા અને ચીફ ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવેલ હકીકત પ્રમાણે બંને ચૂંટાયેલા સભ્યોએ ૨૦૨૧ માં યોજાયેલ ચૂંટણીમાં રજૂ કરેલ ઉમેદવારી પત્રમાં દર્શાવેલ વિગતો રજૂ કરવામાં આવી હતી. ચીફ ઓફિસર દામનગર દ્વારા રજૂ કરાયેલ વિગતો પ્રમાણે ખીમાભાઈ કાસોટીયા દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતોમાં ૨ બાળકો પાયલ કાસોટીયા જેની જન્મ તારીખ ૩૦/૧૨/૨૦૧૮ અને પારુલ કાસોટીયા જેની જન્મ તારીખ ૨૨/ ૧૧/૨૦૧૯ દર્શાવેલ હતી અને મેઘનાબેન બોખાના ઉમેદવારી પત્રમાં ૨ બાળકો બંસી જેની જન્મ તારીખ ૧૧/ ૦૧/૨૦૧૪ અને કીર્તન અરવિંદભાઈ બોખા જન્મ તારીખ ૩૦/૦૯/૨૦૧૮ દર્શાવામાં આવી હતી.જોકે દામનગર નગર પાલિકાના રેકર્ડમાં બે બાળકો સિવાય પણ ચાલુ ટર્મ દરમિયાન ખીમાભાઇ કાસોટીયાના ત્રીજા બાળક ભાવિકનો જન્મ હોવાનું પ્રમાણપત્ર રજુ થયેલ અને મેઘનાબેન બોખાના ત્રીજા બાળક નયનના જન્મ ૧૪/૦૪/૨૦૨૩ ના થયેલ હોવાની વિગતો મળી આવી હતી.આ વિગતના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા બંને સભ્યોને હોદા પરથી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી માં ચૂંટાયેલ સભ્યો એ નેતિક ફરજ અને વર્તમાન સરકાર ની બનાવેલ નીતિ અંગે સ્વૈચ્છિક રાજીનામુ ન આપી હોદા પદ ઉપર શરૂ રહ્યા હતા જાગૃત નાગરિક છગનભાઇ ભાસ્કર દ્વારા આધાર પુરાવા સાથે રજુઆત કરતા અંતે નામદાર ગુજરાત સરકારે બંને સભ્યો ને ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.