ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે... - At This Time

ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે…


બ્રિજેશકુમાર પટેલ,
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ

ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન, સંચાલન તેમજ દેખરેખ રાખશે. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 13 જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે કરી રહ્યા છે અથાગ પરિશ્રમ. સેફ અને સિક્યોર ગરબા મહોત્સવ 2024 નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે. ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિઃસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે. લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે. સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા પાંચબત્તી શહેર ની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલ આ પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે ખડેપગે તૈનાત રહેતી પોલીસ અને પ્રજા બંને મનમૂકીની માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.