ધ્રાંગધ્રાના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના સમઁથનમા બાઇક રેલીનું આયોજન.
ધ્રાંગધ્રા: રાજ્યમા મતદાન પુવેઁ આચાર સંહિતાના લીધે દરેક રાજકીય પક્ષોને મતદાનના એક દિવસ પુવેઁ જ પ્રચાર બંધ કરી દેવાની સૂચના આપી દેવાઇ છે ત્યારે હવે પ્રચાર માટે છેલ્લા બે દિવસ બાકી હોવાથી તમ પક્ષો પ્રચારની કામગીરી જોર શોરથી શરુ કરી દેવાઇ છે જેને લઇ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના સમઁથનમા આજે ભાજપ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા શહેરના તમામ ૯ વોડઁના વિસ્તારોમા બાઇક રેલી યોજી હતી. આ બાઇક રેલીમાં યુવા ભાજપના કાયઁકરો સાથે જ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ભાજપના સમઁથકો પણ મોટી સંખ્યામા જોડાયા હતા. આ બાઇક રેલી ચરમાળીયા દાદાના ગ્રાઉન્ડ ખાતેથી શરુ કરી સમગ્ર શહેરના ૯ વોડઁના જુદા-જુદા વિસ્તારોમા ફરીને શહેરના તમામ શેરી ખોલીને આવરી લઇ શાંતિપુણઁ રીતે સંપન્ન કરી હતી જ્યારે બાઇક રેલીનું સફળ સંચાલન ધ્રાંગધ્રા શહેર ભાજપના યુવા પ્રમુખ અનિલભાઇ રાજગોર, મહામંત્રી મોહીતસિંહ જાડેજા, બક્ષીપંચ મોરચાના મંત્રી હિતેશભાઇ રાજપરા સહિત યુવાનો દ્વારા હાથ ધરાયુ હતુ. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.