સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં ચાયડામા સોસાયટીમાં ગણપતિ ઉત્સવમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં ચાયડામા સોસાયટીમાં ગણપતિ ઉત્સવમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું


થાનગઢ ફૂલવાડી વિસ્તારના ચાયડામાં સોસાયટીના સભ્યો દ્વારા ગણપતિ ઉત્સવ નું બે વર્ષથી આયોજન કરવામાં આવે છેજેનું આ ત્રીજું વર્ષ છે જેમાં તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈને હર્ષ આનંદથી સેવા આપે છે દર વર્ષે સભ્યો ભેગા મળીને દસ દિવસ પહેલા જ તૈયારી ચાલુ કરી દેવામાં આવે છે જેમાં બધા સભ્યો પોતાના મનમાં આવતા નવા નવા વિચારો થકી શણગાર કરે છે ગણપતિ સ્થાપનાથી લઈને રોજની આરતી નો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે રોજ અલગ અલગ સભ્યો આરતી ઉતારીને 10 દિવસ અલગ અલગ પ્રસાદનો ભોગ ગણપતિને ધરાવવામાં આવે છે દસ દિવસ રોજ રાત્રે સોસાયટીના બાળકોને આનંદ કરાવવા માટે અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેમાં આરતી પૂર્ણ થયા બાદ ગરબા ભજન જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે અને સભ્યો દ્વારા નાસ્તો પણ કરાવવામાં આવે છે બધા સભ્યો ભેગા મળીને આનંદથી આ ગણપતિ ઉત્સવ મનાવે છે અને બહારના લોકો પણ આરતી નો લાભ લઈ પ્રસાદ ગ્રહણ કરે છે સોસાયટીના તમામ સભ્યો દિલથી અહીં સેવા આપી અને આ 10 દિવસનો ઉત્સવ ઉત્સાહથી ઉજવે છે

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.