રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસની માંગ, ભાજપનાં કોર્પોરેટરો સંપર્કમાં હોવાનો દાવો - At This Time

રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસની માંગ, ભાજપનાં કોર્પોરેટરો સંપર્કમાં હોવાનો દાવો


તાજેતરમાં રાજકોટ મનપાની શિક્ષણ સમિતિનું પ્રદેશ ભાજપ દ્વારા વિસર્જન કરી નાખવામાં આવ્યું હતું. અને 19 જૂને ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 12 સભ્યોની શિક્ષણ સમિતિમાં એક સભ્યને જીત માટે છ કોર્પોરેટરના મતની જરૂર હોય છે. અને આગામી 1 જૂન સુધી ફોર્મ સ્વીકારવામાં આવનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાલ 72 કોર્પોરેટરો પુરા નહીં હોવાથી આ ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે ભાજપના કેટલાક કોર્પોરેટરો આ ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા તૈયાર હોવાનો દાવો કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.