મહીસાગર જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ - At This Time

મહીસાગર જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ


મહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તક પ્રોજેક્ટ/સાઈટ પર થયેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.બેઠકમાં જિલ્લાના રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક અને સાતકુંડા થયેલ વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત લેબા-ભેમાની વાવો ખાતે આવેલ શ્રી અર્બુદા મંદિર તથા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, સંતરામપુર તાલુકામાં આવેલ નાની સરસણ મુકામે ભિલોડીયા મહાદેવના સ્થાનકને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, જનોડ પંચાયતમાં આવેલ કેદારેશ્વર મહાદેવને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તથા જવા આવવા માટે રસ્તામાં આવતી મહી નદી પર પુલ બનાવવા અને શેઢી નદીના કિનારે મહાદેવના મંદિર જોડે સ્મશાનના કિનારી પુર સરક્ષણ દિવાલનું કામ તથા મહાદેવ મંદિર ફળિયામાં હાય માસ્ટ ટાવર(LED)ના કામની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ,અધિક નિવાસી કલેક્ટરશ્રી સી વી લટા,આયોજન અધિકારીશ્રી આર. જે. ગુપ્તા,નાયબ વન સરક્ષકશ્રી નૈવિલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.