શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુમુલ ડેરી ની વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુમુલ ડેરી ની વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું.


શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુમુલ ડેરી ની વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુમુલ ડેરી ની વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું. આ અંગે માહિતી આપતા પરિવાર ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા એ જણાવ્યું કે શ્રી વઘાસીયા પરિવાર સુરત માટે વર્ષ ૨૦૨૪-૨૫ નું વર્ષ સિલ્વર જ્યુબીલી વર્ષ છે અને આ ઉજવણી ના ભાગ રૂપે વર્ષ દરમિયાન ૨૫ કરતા વધારે કાર્યકમો નું આયોજન કરેલ છે. આ સિલ્વર જ્યુબીલી વર્ષ ની ઉજવણી માં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો માટે અલગ અલગ કાર્યક્રમો નક્કી કરેલ છે તેના ભાગ રૂપે આજરોજ પરિવાર ના ભાઈઓ અને બહેનો માટે દક્ષીણ ગુજરાત ની મોટા માં મોટી ડેરી એટલે સુમુલ ડેરી ની વિઝીટ કરવાનું નક્કી કરેલ. પરિવાર ના લોકો ને ડેરી માં શું પ્રોસીઝર થાય છે અને કેટલા પ્રકાર ની દૂધ ની બનાવટો બને છે એ જાણવા મળે એ હેતુ થી આ વિઝીટ નું આયોજન કરેલ. આ વિઝીટ માં ૫૦ કરતા વધારે ભાઈઓ અને બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સવારે સુમુલ ડેરી પર બધા ભેગા થયા હતા અને ત્યાંથી ડેરી ના પ્રતિનિધિ દ્વારા આખી ડેરી ની વિઝીટ કરાવી હતી. આ માટે ડેરી માંથી પહેલા પરવાનગી લીધેલ હતી . ડેરી માં દૂધ ક્યાંથી આવે છે અને દૂધ માંથી કેટલી વાનગીઓ , વિવિધ પ્રોડક્ટ્સ અને દૂધ ની આખી પ્રોસેસ કઈ રીતે થાય તે સમજાવવા માં આવેલ. સાથે સાથે પ્રશ્નોતરી રાખેલ જેમાં વિવિધ પ્રશ્ર્નો નું નિરાકરણ ડેરી તરફ થી આપવામાં આવેલ. સમગ્ર પ્રોગ્રામ નું સંકલન શ્રી યોગેશભાઈ વઘાસીયા એ પૂર્વ પ્રમુખ વિનુભાઈ, પ્રમુખ ડો. જગદીશ તેમજ મહામંત્રી નિખિલ વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ કરેલ. ટીમ માં યુવા ટીમ ના પ્રમુખ નીતિન વઘાસીયા અને તેમની ટીમ પણ સાથે સામેલ થયેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.