**ઝાલોદ પાલિકાની ચુંટણી" જે કામ કરશે તેને જ મત નવા ચેહરાઓની વધુ પસંદગી" સ્પષ્ટ નગરજનો પ્રતિસાદ** - At This Time

**ઝાલોદ પાલિકાની ચુંટણી” જે કામ કરશે તેને જ મત નવા ચેહરાઓની વધુ પસંદગી” સ્પષ્ટ નગરજનો પ્રતિસાદ**


**ઝાલોદ પાલિકાની ચુંટણી" જે કામ કરશે તેને જ મત નવા ચેહરાઓની વધુ પસંદગી" સ્પષ્ટ નગરજનો પ્રતિસાદ / ગ્રાઉન્ડ સ્તરે શુન્ય કામગીરીથી નગરવાસીઓ રોષિત
જીત્યા બાદ કોર્પોરેટર કે અધિકારીઓના પેટનું પાણી નથી હલતું નથી તેવા નગરજનોની વ્યથા નવા ચેહરાને અને કામ કરશે તેને અમારો મત

ઝાલોદ નગરની જનતાને માત્ર સારા રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા જોઈએ છે. ઝાલોદ નગરમાં અવાર નવાર ખોદકામ કરવામાં આવે છે અને ત્યારબાદ રોડ ખોદી અને કોન્ટ્રાક્ટર ચાલ્યા જાય છે. જેના કારણે આ રસ્તા પર ચાલવું લોકોને મુશ્કેલ બન્યું છે. આ ખરાબ રોડ રસ્તાના કારણે લોકો અવરજવર કરી શકતા નથી અને વૃદ્ધ લોકો આ રસ્તા પરથી નીકળે છે ત્યારે અકસ્માતનો ભોગ બને છે. પરંતુ ઝાલોદ નગરપાલિકા સારા રોડ રસ્તા બનાવવામા નિષ્ફળ નીવડી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંખ આડા કાન નગરપાલિકાના સત્તાધીશો કરે છે. કોર્પોરેટર કે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતુ નથી. ત્યારે આ વખતની ચૂંટણીમા મતદારો જૂના કોર્પોરેટરોના બદલે નવા લોકોને મત આપી એક ચાન્સ આપવા માગે છે તેવુ જણાવી રહ્યા છે.તે સિવાય મુખ્ય શુદ્ધ પીવાના પાણી ,સારા રસ્તાઓ, ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ, ગટર ઉભરાઈ જવી ગટર ગંદકી રોડ ગંદકી સફાઇનો અભાવ ચોમાસા દરમિયાન મચ્છરજન્યથી ત્રાહિમામ પ્રજા ભોગવી રહી છે તે સિવાય જીત્યા બાદ વોર્ડના કોર્પોરેટર પાંચ વર્ષ સુધી જનતાને નજરે પડતા નથી બસ ખાલી વોટ પુરતા જ પ્રગટ થાય છે ....તેવા આરોપ ઝાલોદ પાલિકાની જનતાએ લગાવ્યા હતા....અધિકારીઓ તેમજ કોર્પોરેટર પ્રજાના પ્રશ્ર્નોની સુધ્ધા પણ લેતા નથી ત્યારે પ્રજાનો મિજાજ જણાવે છે કે નવો ચેહરો લાવી ગામનો વિકાસ થાય તે હેતુસર જ મતદાન કરવામા આવશે...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image