હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી……..
હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી........
સૌ પ્રથમ સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા બેન્ડના તાલે મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ સમારોહના અધ્યક્ષશ્રી અને સોસાયટીનગર વિકાસ મંડળના મંત્રીશ્રી મધુકર ખમાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સમયે મંડળના હોદેદારશ્રીઓમાં ખજાનચી શ્રી દિલીપભાઈ શાહ, શ્રી એ.પી. દોશી, શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી,શ્રી મહેન્દ્રભાઈ સુથાર તથા શાળાના આચાર્ય શ્રી પ્રદીપભાઈ દેસાઈ, પ્રાથમિક વિભાગના સંયોજક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ, પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર શ્રીમતી જયાબેન જોષી, વ્યાયામ શિક્ષક અને જિલ્લા સ્કાઉટ કમિશ્નર શ્રી નીતિનભાઈ ગુર્જર, શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. ત્યાર બાદ કાર્યક્રમ માં ઉપસ્થિત બધાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ધોરણ 1 થી 12 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓનું તથા રમતગમતમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓનું તથા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા એ વિજ્ઞાન કૃતિમાં શિલ્ડ મેળવનાર વિદ્યાર્થીઓનું અને તૈયાર કરનાર શિક્ષક શ્રી ભીખાભાઇ આચાર્યનું, 15મી ઓગસ્ટ 2025 ના રોજ પિરામિડ રમતોમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓનું, પિરામિડ તૈયાર કરાવનાર શિક્ષક શ્રી નીતિનભાઈ ગુર્જર, રણજીતભાઇ તડવી અને દિલીપભાઈ પટેલનું ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભ અધ્યક્ષ શ્રી મધુકર ખમાર દ્વારા પ્રસંગને અનુરૂપ મનનીય પ્રવચન રજુ કરવામાં આવ્યું હતું. આ તબક્કે શ્રી સોસાયટીનગર વિકાસ મંડળના પ્રમુખ શ્રી સી.સી. શેઠ તથા હોદેદારશ્રીઓ એ પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે શ્રી બાબુભાઇ નાયી, સમગ્ર કાર્યક્રમ ને કેમેરામાં કંડારનાર શ્રી રણજીતભાઈ તડવી અને દક્ષભાઈ ભટ્ટ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી નીતિનભાઈ ગુર્જર, શ્રી નૈષધભાઈ ભાટિયા, શ્રી ભીખાભાઇ આચાર્યએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ ના અંતે મ.શિ. કુમારી અંજલીબેન ચૌધરીએ કાર્યક્રમ ને સફળ બનાવનાર તમામનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
