વિંછીયા પાસે ૮૦ હજારના દારૂ સાથે જય ચોબકીયાને એલસીબીએ ઝડપી લીધો - At This Time

વિંછીયા પાસે ૮૦ હજારના દારૂ સાથે જય ચોબકીયાને એલસીબીએ ઝડપી લીધો


વિંછીયા પાસે ૮૦ હજારના દારૂ સાથે જય ચોબકીયાને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ એ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે એલસીબીના પોલીસ ઇન્સ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન મુજબ પોી. સબ ઇન્સ. એસ. જે. રાણાની રાહબરી હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પરણયભાઇ સાવરીયા તથા પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા ને મળેલ સંયુકત હકિકત આધારે વિંછીયાગામની માત્રાગામ તરફ જવાના રસ્તે આવેલ ચોકડી પાસે હનુમાનજીના મંદીરના પાછળના ભાગે આવેલ ખરાબામાં જય કાંતિભાઇ ઓળકીયા જાતે કોળી ઉ.વ. ર૩ ધંધો મજુરી રહે. વિંછીયા જીવનપરા વિસતાર જી. રાજકોટ તથા અનીલભાઇ ઉર્ફે અનીયો રત્નાભાઇ જમોડ રહે. રેવાણીયા તા. વિંછીયા વાળાઓએ ગેર-કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે ઉતારેલ ભારતીયડ બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કંપની શીલબંધ બોટલ નંગ-ર૬૮ કિ. રૂા. ૮૦,૪૦૦/- તથા મોબાઇલ ફોન કી. રૂા. ૧૦,૦૦૦નો મુદામાલ સાથે જયને ઝડપી લીધો હતો જયારે અનીલની શોધખોળ હાથ ધરાઇ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.