રાજુલા ખાતે ગજેરા હોસ્પિટલ ગોલ્ડ પ્લાઝા હોસ્પિટલ ઉપર ચોથા માળે ટીટોડીએ ચાર ઈંડા મુકતા આ વર્ષ 16 આની વરસાદ અને વર્ષ થવાના જાણકારો ના મતે સંકેત્્્્્્ - At This Time

રાજુલા ખાતે ગજેરા હોસ્પિટલ ગોલ્ડ પ્લાઝા હોસ્પિટલ ઉપર ચોથા માળે ટીટોડીએ ચાર ઈંડા મુકતા આ વર્ષ 16 આની વરસાદ અને વર્ષ થવાના જાણકારો ના મતે સંકેત્્્્્્


રાજુલા ખાતે ગજેરા હોસ્પિટલ ગોલ્ડ પ્લાઝા હોસ્પિટલ ઉપર ચોથા માળે ટીટોડીએ ચાર ઈંડા મુકતા આ વર્ષ 16 આની વરસાદ અને વર્ષ થવાના જાણકારો ના મતે સંકેત્્્્્્

ટીટોડીએ ચોથા માળે ઈંડા મૂક્યા તેની સુરક્ષા માટે માલિકે પાણી ની વ્યવસ્થા તેમજ અગાસી ઉપર કોઈ જઈ ના શકે તેવી સુંદર વ્યવસ્થા કરી ્્્્્

એક સાથે ચાર ઈંડા હોય તો 16 આની વર્ષ થવાના ખેડૂતોના સંકેત...્્્ ગુજરાત ભરમાં ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેશે તેવી હવામાન ખાતાની આગાહી હોય ત્યારે આજે રાજુલા ખાતે આવેલ ડોક્ટર ગજેરા હોસ્પિટલ ગોલ્ડન પ્લાઝાના ચોથા માળે આવેલી છે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ હોય ત્યારે આજે ન્યૂઝ પેપર ની ફેરી કરતા દેવજીભાઈ બાંભણિયા ને આ બિલ્ડિંગ ના માલિકે કહેલ કે તમારે ઈંડા જોવા છે અને ફોટા પાડવા હોય તો પાડી લો હમણાં કલાક પહેલા ટીટોડીએ ઈંડા મૂક્યા અને ટીટોડી રાડું પાડતો અવાજ થયો હોય અને અમે ઉપર જોતા ટીટોડીએ ઈંડા મૂક્યા હતાએ ઈંડા ટીટોડીના જોયા અને જાણકારોને આ ઈંડા કઈ દિશામાં મૂક્યા છે તે અંગેની માહિતી લીધી ટીટોડીના ઈંડા બે હોય તો 50% વરસ ત્રણ હોય તો 75 ટકા અને ચારે ચાર ઈંડા જીવતા હોય તો 16 અને વર્ષ થવાના સંકેત ખેડૂતો કહી રહ્યા છે તેમજ ઈંડા પણ એક તરફી ખૂણો હોવાથી સારા સંકેત હોય છે તેમજ ઈંડા પણ સજીવન છે અને ટીટોડી પણ માથે ફરતી હોય ત્યારે ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સ ના માલિક હુસેનભાઇ જાફરભાઈ માવાણી નું કોમ્પલેક્ષ છે અને ને આ ઈંડા બપોર પછી જ મૂક્યા છે આ ઈંડા મૂક્યા છે તે ઈંડામાં જાણકાર એક ભાઈએ કહ્યું કે કાળા ટપકા ઘાટા હોવાથી વરસાદ જોરદાર પડે છે જેથી ગોલ્ડન પ્લાઝા ના માલિક અને હોસ્પિટલના ડોક્ટરે બંનેના સહયોગથી સત્તા વાળાઓએ પણ ઈંડા સુરક્ષિત રહે તે માટે અગાસી ઉપર જવા માટેનું દરવાજો પણ બંધ કરી દીધો છે જેથી અગાસી ઉપર ઉંદર બિલાડા કે જીવ જંતુ પણ જઈ શકે નહીં આમ આ વર્ષ સારું થવાનું સંકેત ટીટોડીના ઈંડા ઉપર થી કહેવાય છે આમ તો હાલ ધાબા ઉપર સુરક્ષિત રહે તે માટે પાણી ખોરાક બધી વ્યવસ્થા કરી છે પરંતુ ઉપરથી કોઈ મોટું પક્ષી આવી અને ઈંડા કે ટીટોડીને નુકસાન ન કરે તે જોવાનું રહ્યું દેવજીભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું બીજી તરફ આજે હવામાન ખાતાએ આગાહી કરી છે કે દેશભરમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન ગુજરાત સહિત એવા સમયે ભારતીય હવામાન ખાતા એ સમાચાર જાહેર કરવામાં આવ્યા છે કે જે આગામી સોમાસુ જૉરદાર રહેશે અને 105% વરસાદ પડશે આ ચોમાસું જોરમાં અને સારું રહેશે હવામાન ખાતાની આગાહીથી કૃષિ ગ્રામીણ અર્થતંત્રની વ્યવસ્થા અને મોંઘવારી એમ ત્રણેય ક્ષેત્રમાં રાહત થશે બીજી તરફ આ ટીટોડીના ઈંડા થી જૂની કહેવત પણ સાર્થક થઈ છે

યોગેશ કાનાબાર
રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image