અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ.
અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ વટવા વિઝોલના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા.2/9/2022 થી 6/9/2022 સુધી વકતાપુર રોકડીયા હનુમાનજી મંદિર હિંમતનગર ઇડર રોડ સતત ચોવીસ કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામગૃહ પીવા માટે ઠંડા મિનરલ વોટરની વ્યવસ્થા અને દરરોજ અલગ અલગ ભોજન પ્રસાદ મોહનથાળ શીરો, ફાળા લાપસી ,જલેબી,દૂધપાક , ખીર,આઈસ્ક્રીમ , દાળ ભાત પુરી શાક કઢી ખીચડી ,શોલેપુરી , રીંગણભરતું ,રોટલા,સેવઉસળ મઠીયા ,ગોટા , લાઈવ ઢોકળા, મનચુરિયમ ,પાણી પુરી,બટાકાવડા વિગેરે અલગ અલગ વાનગીઓ ભક્તોને પીરસવામાં આવે છે .આ પ્રસંગે પદયાત્રીઓ સલામતી માટે રેડિયમ સેફટી જેકેટ દરેક પદયાત્રીઓને સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રૂબરૂમાં મુલાકાત લઈ સમજ આપી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ કૌશલ્યાકુવરબા આ સેવામાં જોડાયા હતા વનવિભાગના અધિકારીઓ તેમજ અમદાવાદ.મ્યુ.કોર્પો.ના આસી.સીટી.એન્જીનીયર દિનેશભાઇ પટેલ હાજર રહયા હતા તથા અહીંના સ્થાનિક આગેવાનો હિંમતનગર તાલુકાના આગેવાનો હાજર રહયા હતા એમ સંકટ મોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ તથા પૂર્વ મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું છે " જય અંબે "
અહેવાલ
આબીદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.