બનાસકાંઠા સુઇગામ નજીક લક્ઝરી બસ-ટેન્કર વચ્ચે અકસ્માત 3 લોકોના મોત 20થી વધુ ઘાયલ - At This Time

બનાસકાંઠા સુઇગામ નજીક લક્ઝરી બસ-ટેન્કર વચ્ચે અકસ્માત 3 લોકોના મોત 20થી વધુ ઘાયલ


બનાસકાંઠામાં ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુઇગામના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.
સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો

જે મળતી માહિતી મુજબ જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઇગામ નજીક સોનેથ ગામ પાસે ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો.

રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બનાવની જાણ થતા જ સુઇગામ-થરાદ-ભાભર અને વાવની પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
રીપોર્ટ બાય
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.