શ્રી દિપક ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાનની શરૂઆત   સંસ્થાના પ્રમુખ દીપકભાઈ રાણપુરા દ્વારા પદયાત્રાની શરૂઆત - At This Time

              શ્રી દિપક ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાનની શરૂઆત   સંસ્થાના પ્રમુખ દીપકભાઈ રાણપુરા દ્વારા પદયાત્રાની શરૂઆત


બરવાળા શ્રી બરવાળા પાંજરાપોળ અબોલ પુશધનને બચાવી લેવા અને તેનું જતન કરવા ૭૦ વર્ષથી સતત પ્રવૃત્ત છે, અને દેખરેખ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાની અવિરત પ્રવૃત્તિઓ કરી રહેલ છે. હાલ સંસ્થા દ્વારા આશરે ૯૦૦ કરતા પણ વધારે નિરાધાર પશુઓને આશ્રય અપાઈ રહ્યો છે. શ્રી બરવાળા પાંજરાપોળમાં વર્ષ ૨૦૧૭માં ભૌતિક સુવિધાઓ તેમજ આધુનિકરણ સાથે નવી પાંજરાપોળ રાણપુર રોડ પર બનાવવામાં આવેલ છે. દાતાશ્રીઓના સહયોગ તથા સંતો-મહંતોનાં આશીર્વાદથી નવી પાંજરાપોળનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. બરવાળા પાંજરાપોળ દ્વારા આઝાદીને ૭૫ વર્ષ થતાં ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાનની શરૂઆત સંસ્થાના પ્રમુખ દીપકભાઈ રાણપુરા દ્વારા કરવામાં આવી છે.  આ પદયાત્રાની શરૂઆત અષાઢી બીજનાં દિવસથી બરવાળા તાલુકા ખાતે BAPS મંદિરના બાપુ સ્વામી  આસિસ્ટન્ટ કોઠારી સારંગપુર દ્વારા ઝંડો ફરકાવીને કરવામાં આવી હતી . બરવાળા તાલુકાથી શરૂ થયેલી આ પદયાત્રા ૭૫ દિવસ સુધી ચાલશે. એક દિવસમાં  ૧૨ થી ૧૫ કિલોમીટરની યાત્રા કરવામાં આવે છે. ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાનનાં સૌજન્ય દાતા મનીષભાઈ લક્ષ્મણભાઇ મોરડીયા (રાણપરી)નો સહયોગ પ્રાપ્ત થયો છે. જીવનમાં કોઈ મુશ્કેલી હોય તો આપણે કોઈ સંકલ્પ કે માનતા રાખતા હોઈએ છીએ જે ભગવાનની કૃપા અને આપણાં વિશ્વાસ દ્વારા સિધ્ધ થાય છે. તેથી જ બરવાળા પાંજરાપોળ દ્વારા નિરાધાર પશુઓ અને ગૌમાતાનાં ભરણ પોષણ અને નિભાવ તેમજ સમાજને ઉપયોગી થવા માટે સંકલ્પ કરવા જાહેર જનતાને અપીલ કરાઇ છે. જેમાં  પોતાની જમીનનાં અમુક ટકા ભાગમાં જુવાર અને ઘાસચારો ઉગાડી પાંજરાપોળને દાન આપવા , પોતાની ચોખ્ખી આવકના અમુક ટકા હિસ્સો પાંજરાપોળને આપવા, જમીન, ખેતર કે વાડી ફરતે દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા , જમીનનો અમુક ટકા હિસ્સો પ્રાકૃતિક ખેતી માટે ફાળવવા, વ્યસન મુક્ત બનવા , સ્વચ્છતાનું પાલન કરવા જેવા સંકલ્પોનો સમાવેશ થાય છે.  બરવાળા પાંજરાપોળ દ્વારા દરેક જીવદયાપ્રેમીઓને સહકાર આપવા અનુરોધ કરાયો છે. આ અંગેની વિશેષ માહિતી મેળવવા માટે દીપકભાઈ રાણપુરા (મો. 9408297373) , જીતુભાઈ જોઘાણી (મો. 9825439347)નો સંપર્ક કરવા જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.