રાજુલા શહેર સહિત તાલુકાની વિવિધ શાળાઓની ૪૦ કૃતિઓ રજૂ કરાઈ - At This Time

રાજુલા શહેર સહિત તાલુકાની વિવિધ શાળાઓની ૪૦ કૃતિઓ રજૂ કરાઈ


જી.સી. ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલુકા ભવન અમરેલી માર્ગદર્શિત અને બી.આર. સી. ભવન રાજુલા દ્વારા આં આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ ગણિત વિજ્ઞાન વિષય રુચિ સાથેની તેમની આંતરિક શક્તિ ઉજાગર થાય તે હેતુને લઈને યોજાયેલ પ્રદર્શનમાં રાજુલા શહેર તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી રાજુલા શહેર સહિત તાલુકાની વિવિધ શાળાઓની ૪૦ કૃતિઓ રજૂ કરાઈ,રાજુલા મોડેલ સ્કૂલ ખાતે આ વિજ્ઞાન પ્રદર્શનને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું
પ્રદર્શન ઉડીને આંખે વળગે તેવી બાબતમાં નાના ગામોની શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાના શિક્ષકોના માર્ગદર્શક હેઠળ પ્રતિકારાત્મક કૃતિઓમાં સૌર ઊર્જા સરક્ષણ નવીનીકરણ ઊર્જા મોડલ દ્વારા ધ્વનિ પ્રદૂષણનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સહિતના મોડેલોએ સહુ કોઈના ધ્યાન ખેંચ્યા હતા, આ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ગીત થી કરવામાં આવી અને ત્યાર પછી દિવ્યાંગ બાળકો હસ્તે દીપપ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનો ની હાજરી માં આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આમંત્રિત તમામ
મહાનુભવોનું બી.આર.સી કો-ઓર્ડીનેટર અજયભાઈ ખુમાણ દ્વારા શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવેલું તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઘરે રહીને ભણી શકે તે હેતુથી આમંત્રિત મહાનુભવોના હસ્તે ટેબલેટ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભરતભાઈ અગ્રાવત તાલુકા લાઇઝન અધિકારી જે નિવૃત્ત થતા હોય ત્યારે તેમને સ્મૃતિચિન્હ આપી શાલ ઓઢાડી તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોએ પોતાની આ કાર્યક્રમ વિશે વક્તવ્ય આપેલું અંતે અધ્યક્ષ સ્થાને હાજર રહેલ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ કાર્યક્રમ વિશે વક્તવ્ય આપેલ અને વિદ્યાર્થીઓને વાલીઓને કેટલાક સૂચનો પણ કરેલા, આ વિજ્ઞાન મેળામાં પ્રદર્શન કરેલી દરેક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાઓમાં આવ્યા હતા. સાથે સાથે સ્વદીપ શિક્ષણ સંસ્થા દ્વારા બાળકોને 3 ડી શો બતાવવામાં આવ્યા હતા જેમાં અંદાજિત ૭૦૦ જેટલા વિવિધ શાળાના બાળકોએ લાભ લીધો હતો,તેમજ ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ગ્રહ વિશે માહિતગાર કરવા માટે પણ ટેલિસ્કોપ દર્શન નું આયોજન કરાયું હતું. આ વિજ્ઞાન મેળાના કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, રાજુલા મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા શિક્ષણ અધિકારી, રાજુલા તાલુકા લાયઝન અધિકારી,રાજુલા તાલુકા પંચાયત ચેરમેન. દેવકા સી.આર.સી.તથા વિજ્ઞાન પ્રદર્શન ના નિર્ણાયકો,બીઆરસી અને સી આર સી ભવન ની સમગ્ર ટીમ મોડેલ શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો અને વાવેરા સી.આર.સી જીગ્નેશભાઈ ઉપાધ્યાય દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહેલા તમામ આમંત્રિત મહાનુભવો અને મહેમાનોનું કાર્યક્રમની હાજરી થી આ કાર્યક્રમ દીપાવેલ ત્યારે આ કાર્યક્રમના અંતે બીઆરસી કોઓર્ડીનેટર અજયભાઈ ખુમાણ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.