તરખાઈ ગામે સોમવારે વાછરાડાડા તથા આવળ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમ - At This Time

તરખાઈ ગામે સોમવારે વાછરાડાડા તથા આવળ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમ


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો, માતાજીઓ તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિત રહેશે

ગોસા(ઘેડ) પોરબંદર તા. ૩૧/૦૩/૨૦૨૪
પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તાર નાં અંદરનાં ગાળામાં આવેલ તરખાઈ(ઘેડ) ગામે વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજી નાં આંત્રોલીના મંદિરના કશબી કલાકાર રમેશભાઈ સોલંકી દ્રારા તૈયાર થયેલ નવ નિર્મિત મંદિર માં જુનાગઢના શીલ્પિકાર કનુભાઈ દ્રારા બનાવાયેલ વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમ સવંત ૨૦૮૦ ફગણવદ સાતમને સોમવાર તા.૦૧/૦૪/૨૦૨૪ થી ૦૩/ ૦૪/૨૦૨૪ સુધી નું ભવ્ય આયોજન વંદ્નીય માતાજીઓ,સાધુસંતો, મહેમાનો ની ઉપસ્થિતિમાં સમસ્ત તરખાઈ (ઘેડ) ગામ દ્રારા કરવામાં આવ્યું છે.
તરખાઈ(ઘેડ) ગામે વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ગણપતિપૂજન,નગર યાત્રા, મહાઆરતી, દાંડીયારાસ, રાસ ગરબા, સંતવાણી, સમૂહ ભોજન, સન્માન સમારોહ, લોકડાયરા સહિતના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ છે.
કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તાર નાં અંદરનાં ગાળામાં આવેલ તરખાઈ(ઘેડ) ગામે વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીનું નાનુ એવુ મંદિર જુનુ પુરાણુ હતુ. ત્યારે કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તાર નાં અંદરનાં ગાળામાં આવેલ તરખાઈ(ઘેડ) ગામે આઈ વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીનું મંદિર જુનુ પુરાણુ આવેલ તેનુ નવનિર્માણ કરવા માટે ગામ લોકોએ નિરધાર કરેલો.પરંતુ મંદિર વિશાળ બનાવવા માટે જગ્યાનો અભાવો સતાવતો હતો. અને જે જ્ગ્યા હતી ત્યાં બનાવે તો માંડ દશ ફુટ ના અંતર ની જગ્યા હતી. ત્યારે વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીનું નાનુ એવુ મંદિર જુનુ પુરાણુ મકાન ને નવ સાધ્ય વનાવી તેમાં મુર્તિ પ્રતિષ્ઠા ના ધાર્મિક કાર્ય કરવાનો સમસ્ત તરખાઈ(ઘેડ) ગામનાં લોકો દ્રારા સંકલ્પ કરેલો પરંતુ વિશાળ નવ નિર્મિત મંદિર બનાવવા માટે જગ્યાનો પ્રશ્ન કનડતો હતો, ત્યારે જગ્યાની બાજુમાં સદ ગ્રુહસ્થ ભનુભાઈ રણમલભાઈ કેશવાલાના વિશાળ પાકા મકાન વિશાળ ડેલીબંધ આવેલા હતા. તેના કાને આ ધાર્મિક કાર્યક્રમ વાત આવી તો કોઈ પણ જાતનો વિલમ્બ કર્યા વિના ભનુભાઈ રણમલભાઈએ ભુવાઆતા વેજાઆતાના શરણોમા જઈને મંદિરનું નવ નિર્માણ કાર્ય વિશાળ બનાવો મારા બે પાકા મકાનો અને જે ડેલો છે તે બધુ હું આ મદિરના લાભાર્થે અર્પણ કરૂ છું ત્યાર પછી સમસ્ત તરખાઈ(ઘેડ) ગામનાં સહિયારા પ્રયાસથી ભુવાઆતાની દેખરેખ તળે એક ભવ્ય મંદિર નિર્માણ પામેલ છે.
તેમાં સમસ્ત મિતિ(ઘેડ) ગામ અને મુખ્ય જમીનના દાતા ભનુભાઈ રણમલભાઈના સાથ સહકારથી વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીના કલાત્મક વિશાળ નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમનું સવંત ૨૦૮૦ ફગણવદ સાતમને સોમવાર તા.૦૧/૦૪/૨૦૨૪ થી ૦૩/ ૦૪/૨૦૨૪ સુધી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આજે તરખાઈ(ઘેડ) ગામે વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીની મૂર્તિનું તરખાઈ ગામમાં ભવ્ય શોભયાત્રા કાઢી તેમાં સમસ્ત ભાવિકજનો જોડાઈ માતાજી ના ગુણ ગાન ગાતા ગાતા નિજ મંદિર તરખાઈ(ઘેડ) મંદિરે લાવવામાં આવેલ. સોમવારના તા. ૦૧/૦૪નાં લીરબાઈ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિ દિવસીય ધાર્મિકનો શાસ્ત્રોકત વિધિ શાસ્ત્રી જેઠાભાઈ બાંભડીયા(પસવારી) દ્રારા સુભારંભ કરાવવામાં આવશે. સવારના શુભ ચોઘડીયે દેહ શુદ્ધિ,નગરયાત્રા,ધાન્યાધિવાસ, મહાઆરતી, જલયાત્રા, વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીની મૂર્તિનું મંડપ પ્રવેશ, ગણપતિ પૂજન, સ્થાપન પૂજન, માતાજીની મૂર્તિનાં જલાધિવાસ, આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.
૧/૦૪ સોમવારાના રોજ બપોરના ૩ કલાકે પોપટભાઈ ઓડેદરા તથા સાજીંદોના સથવારે દાંડીયારાસ અને સાંજના ૯ કલાકે કલાકાર પિયુષ મીસ્ત્રી,રાજદાન ગઢવી,દેવરાજ ગઢવી ભજનોની રમજટ બોલાવશે.. જ્યારે ૦૨/૦૪/ ના મંગળવરના રોજ બપોરના ૩ કલાકે દાંડીયારાસ અને સાંજના ૯ કલાકે કલાકાર સાગરદાન ગઢવી,મયુર દવે ગીર તથા સાજીંદોના સથવારે લોક દાયરામાં સ્ટેજ પ્રોગ્રામ માં શિવ ક્રુપા સાઉન્ડ,બખરલાવાળા અને શિવમ સ્ટુડીયો તરખાઈનાં સથવારે ભજનોની રમજટ બોલાવશે. જ્યારે તા. ૩/૦૪ બુધવારના રાત્રે ૯ કલાકે નવાગમના ઉભરતા કલાકર મેરામણભાઈ ઓડેદરાના શુરીલા કંઠે તથા સાજીંદોના સથવારે રાસગરબાઓની રમઝટ બોલાવશે.સમસ્ત તરખાઈ(ઘેડ) તથા ઉપસ્થિ ભાવિકજનો માટે મહા પ્રસાદ (જમણવાર )નો કાર્યક્રમ ત્રીદિવસીય અવિરત ચાલુ રહેશે
આ ત્રિદિવસીય વીર વાછરાડાડા તથા આઈ માં આવળ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિ દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં કાર્યક્રમમાં આજુ પુજનિય વિવિધ જગ્યાધારી માતાજીઓ, સધુ સંતો મહંતો, રાજકીય આગવાનો ઉપસ્થિત રહેશે.ત્યારે આ ધાર્મિક પ્રસગનો લ્હાવો લેવા બાજુ વિસ્તારના ભાવિકજનો જનતાને પધારવા સમસ્ત તરખાઈ(ઘેડ) ગામ તેમજ જગ્યાધારી ભુવાઆતાશ્રી વેજાઆતા તરફથી એક અખબારી યાદીના માધ્યમથી ભાવ ભર્યું આમંત્રણ પાઠવવા આવેલ છે.
રીપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.