રામ ભક્તો ઘરે બેઠા જોઈ શકશે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ - At This Time

રામ ભક્તો ઘરે બેઠા જોઈ શકશે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ


અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દરમિયાન, રામ મંદિર અને રામલલ્લાના દર્શન માટે દેશના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાના આ સમારોહને દરેક વ્યક્તિ જોવા માંગે છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને ભાજપે એક શાનદાર યોજના તૈયાર કરી છે.

અયોધ્યા ના જવાય તો હવે તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે હવે આખો દેશ પોતાના ઘરેથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લઈ શકશે.

સામાન્ય માણસ આ કાર્યક્રમનો દર્શન કરી શકે અને દેશવાસીઓની ભાવનાઓને સમજી શકે તેને ધ્યાનમાં રાખીને એક યોજના તૈયાર કરવામાં આવી છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જાણીએ

રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ યોજાશે. જેમાં અનેક મોટા નેતાઓ ભાગ લેવાના છે. દરમિયાન સામાન્ય જનતા પણ ઘરે બેસીને આ કાર્યક્રમ માણી શકશે. ભાજપે સમગ્ર દેશને ખુશ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર २२ જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.