ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત કબડ્ડી (બહેનો ઓપન એજ ગ્રુપ) જસદણની બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત કબડ્ડી ઓપન એજ બહેનોની જિલ્લા કક્ષાની સ્પર્ધાનુ આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ રાજકોટ ખાતે કરવામા આવ્યુ હતુ. તેમા જસદણ તાલુકા વતી શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોઠીની ટીમ ભાગ લેવા ગઈ હતી. ત્યા આ બહેનોએ ખૂબ સારુ પ્રદર્શન કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી. ટીમના સભ્યો કૈલાશ ગોવાણી, રાધા ગોવાણી, રાજલ ગોવાણી, વૈશાલી હાંડા, કલ્પના સાકરીયા, હર્ષા વાવડીયા, કાજલ વાવડીયા, શ્રધ્ધા મકવાણા, અનિતા રાઠોડ, નીતા જતાપરા, કાજલ મકવાણા અને ફૂલી હાંડાએ પોતાનુ, ગામનુ તેમજ શાળા પરિવારનુ નામ રોશન કર્યું હતુ. હવે આગળ ટુક સમયમા આ ટીમ ઝોનકક્ષાએ ભાગ લેવા જશે. સૌ કોઈએ ટીમને અભિનંદન આપ્યા હતા અને આગળ સારુ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
