સાળંગપરડા પ્રાથમિક શાળામાં ધામધુમપૂર્વક “માતૃભાષા દિનની“ કરવામાં આવી ઉજવણી - At This Time

સાળંગપરડા પ્રાથમિક શાળામાં ધામધુમપૂર્વક “માતૃભાષા દિનની“ કરવામાં આવી ઉજવણી


આજરોજ શાળામાં 21 ફેબ્રુઆરી “માતૃભાષા દિનની” ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી.જેમાં હર્ષિતા રાઠોડ અને હર્ષદ રાઠોડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી.જેવી કે,ડાન્સ ભાષા મારી ગુજરાતી,દિલ્લી હોય કે મુંબઈ હોય ,માધવ મારા મોહનજી,૫૬ ની છાતી,મીઠે રસ સે ભરી રાધા જેવા ધણા ડાન્સ,નાટક,છંદ દુહા,કવિતા ગાન,વક્તવ્ય,કાવ્ય પઠન,સિહણ જેવી દીકરી નાટક,હેલા જેવી અનેક કૃતિઓ રજુ કરવામાં આવી,જેમાં ૬૦ બાળકોએ ભાગ લીધો.શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરીને ગુજરાતી હોવાનું ગૌરવ વિશે માહિતી આપવામાં આવી હતી.અંતે ગુજરાતી હોયને ગરબા નાં હોય એવું બને નહિ હો....ગરબાની મોજ કરી માતૃભાષા દિનની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.ભાષા શિક્ષક સંદીપભાઈ જતાપરાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા. સાથી શિક્ષક મિત્રો કૃપાબહેન પટેલ,મયુરીબેન શાહ,પંકજભાઈ યાદવ,ભરતભાઈ સરવૈયાના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.ગામલોકોની પણ સારા પ્રમાણમાં હાજરી રહી.

બોટાદ બ્યુરો 'ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image