હિંમતનગર ની જૈનાચાર્ય વિદ્યાલય નુ ગૌરવ - At This Time

હિંમતનગર ની જૈનાચાર્ય વિદ્યાલય નુ ગૌરવ


હિંમતનગર ની જૈનાચાર્ય વિદ્યાલય નુ ગૌરવ

SGFI અને જિલ્લા રમત વિકાસ ની કચેરી દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લા ની બહેનો માટેની કરાટે સ્પર્ધા સાબર સ્ટેડિયમ ભોલેશ્વર મુકામે યોજાઇ હતી.તેમાં હિમતનગર ની જૈનાચાર્ય આનંદઘનસુરિ વિદ્યાલય ની ખેલાડીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
ધોરણ -૧૧ આર્ટ્સ ની વિદ્યાર્થીીની જોષી હેપ્પી દિનેશકુમાર કરાટે સ્પર્ધમા સમગ્ર જિલ્લામા પ્રથમ નંબરે વિજેતા થઈ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે
વિજેતા થનાર ખેલાડીને અને તૈયાર કરનાર શાળાના વ્યાયામ શિક્ષક શ્રી નિતિનભાઇ ગુર્જર ને શ્રી સોસાયટીનગર વિકાસમંડળ ના પ્રમુખ શ્રી સી.સી.શેઠ સાહેબ, તથા મંત્રી શ્રી મધુસુદન ખમાર સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી પી.ડી.દેસાઈ તથા સ્ટાફ મિત્રો એ અભિનંદન પાઠવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.