જસદણ આટકોટ રોડ પાસે ખુલ્લા પડેલ કીટીના ઢગલામાં આગનો તાંડવ: આગ લાગવાના કારણે થયું લાખોનું નુકસાન
(રીપોર્ટ કરશન બામટા)
જસદણ આટકોટ રોડ પર આવેલા હેલી પેડ પાસે કીટી માં આગ લાગી હતી. જસદણ ફાયરબ્રિગેડની બે ગાડી ઘટના સ્થળે દોડી અને પાણી નો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી નજરે પડયા હતા. ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા. ટ્રેક્ટર દ્વારા પાણીનાં ટાંકા પણ દોડાવ્યા હતાં. જેના થી આગ કાબુમાં આવી ન હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડનાં જવાનો એ બે કલાક સુધી પાણી નો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ખુલ્લા પડેલ અને પવનને કારણે આગે ઝડપ પકડી જેથી આગ બેકાબુ થઈ અને કીટી બળી ને ખાખ થઇ અંદાજે 10 લાખની નુકશાની થઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
