ભૂપતના ભાજપનુ ભજન ભવ્ય હશે કે ફરી સત્તાપક્ષની વિરૂધ્ધ આ સીટ જશે - At This Time

ભૂપતના ભાજપનુ ભજન ભવ્ય હશે કે ફરી સત્તાપક્ષની વિરૂધ્ધ આ સીટ જશે


ભૂપતના ભાજપનુ ભજન ભવ્ય હશે કે ફરી સત્તાપક્ષની વિરૂધ્ધ આ સીટ જશેભૂપત ભાયાણીનો ભાજપ જપનામ શું ભજવી જશે એ વિસાવદર ભેંસાણની જનતા માટે વિચારવા લાયક બાબત છેગત દિવસોમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વિધિવત કેસરીયો ધારણ કરી ભૂપત ભાયાણીએ ભાજપની શરણં મમ ગચ્છામિ કરી નાખ્યું.સતાધારી પક્ષના કોઇ દબાવમાં કે પછી કોઈ મસમોટા ઈનામ સ્વત્વાર્પણ કરી ફરી વિસાવદરની ધરતીને ધારાસભ્ય વિહોણી બનાવી દીધેલ હતી. આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા આ ધારાસભ્ય પર આ આદમી પાર્ટીના નેતાઓએ ગદ્દાર હોવાનો આક્ષેપ કરેલ છે.તેમજ આમ આદમી પાર્ટીના કાયૅકરોને આ સંમેલનમાં કોઈ વિરોધ નોંધાવવાની વાત સરાજાહેર કરતા હતા તો તેમની ધરપકડ કરવામાં આવી ક્યાં ગુન્હાસર ધરપકડ કરવામાં આવી તે પણ લોક ચર્ચામાં છે. વિસાવદર યાડૅની ચૂંટણીમા આંતરિક વિખવાદ થી સળગતી ભાજપની સ્થિતિ અત્યારે અત્યંત દયનીય છે.સામે પક્ષ પલ્ટુઓ ને ગમે તેવી પ્રચંડ લોકપ્રિયતા હોય તો પણ વિસાવદરની પ્રજા કયારેય સ્વિકારતી નથી તેનું તાજું ઉદાહરણ હષૅદ રીબડીયા છે. હવે આગામી દિવસોમાં જનતાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સખત મહેનત કરી રહી છે. ભૂપત ભાયાણીના પ્રવેશ વખતે એવી ચર્ચાઓ થઈ રહી છે કે પેજ પ્રમુખોને ફરજિયાત હાજર રહેવાનું છે તેવો પાર્ટીનો આદેશ હતો એટલે ગણ્યાગાંઠ્યા ની જનમેદની હતી

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.