કેન્દ્રે દિલ્હી સહિતના સાત રાજ્યોને ટેસ્ટિંગ, વેક્સિનેશન વધારવાનાં નિર્દેશ આપ્યા - At This Time

કેન્દ્રે દિલ્હી સહિતના સાત રાજ્યોને ટેસ્ટિંગ, વેક્સિનેશન વધારવાનાં નિર્દેશ આપ્યા


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૬દેશના કેટલાક ભાગોમાં કોરોનાવાઇરસના વધતા કેસોની વચ્ચે
કેન્દ્ર સરકારે દિલ્હી અને છ રાજ્યોને ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત
કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને
તેલંગણાને પત્ર લખી જણાવ્યું છે કે આવનારા સમયમાં દેશના વિવિધ ભાગોમાં તહેવારોની
સિઝન અને મેળાવડાઓનું આયોજન થવાનું છે ત્યારે કોરોના સહિતના ચેપી રોગોનો ફેલાવો
વધી શકે છે. આવા સમયે જરૃરી છે કે આ રાજ્યોના તમામ જિલ્લાઓમાં પૂરતા
પ્રમાણમાં આરટી-પીસીઆર સહિતના કોરોના ટેસ્ટ કરવામાં આવે. પાંચ ઓગસ્ટે લખેલા
પત્રમાં આરોગ્ય સચિવે  વધુમાં જણાવ્યું છે
કે દરેક જિલ્લાના કેસોની સંખ્યા,
પોઝિટીવ રેટના આંકડા પર ઝીણવટભરી નજર રાખવામાં આવે. દિલ્હીને લખેલા પત્રમાં ભૂષણે જણાવ્યું છે કે દેશની
રાજધાનીમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ દૈનિક કેસોની સંખ્યા ૮૧૧ છે. ઉલ્લેખનીય છે કે
પાંચ ઓગસ્ટે દિલ્હીમાં ૨૨૦૨ નવા કેસ નોંધવામાં આવ્યા હતાં. ેછેલ્લા એક મહિનાથી કેરળમાં સરેરાશ દૈનિક કેસોની સંખ્યા ૨૩૪૭
છે જ્યારે મહારાષ્ટ્રમાં સરેરાશ દૈનિક કેસોની સંખ્યા ૨૧૩૫ છે. આ દરમિયાન દેશમાં કોરોનાના નવા ૧૯,૪૦૬ કેસ
નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૧,૨૬,૯૯૪ થઇ ગઇ છે.
દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૪,૭૯૩ થઇ ગઇ છે તેમ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.વધુ ૪૯ મોત સાથે કોરોનાનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક
વધીને ૫,૨૬,૬૪૯ થઇ ગયો છે.
દૈનિક પોઝિટીવ રેટ ૪.૯૬ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૪.૬૩ ટકા નોંધવામાં
આવ્યો છે. કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૨૦૫.૯૨ થઇ ગઇ છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.