સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ ખાતે સાદગીપૂર્વક “રન ફોર યુનિટી” કાર્યક્રમ સંપન્ન
મોરબી ખાતે સર્જાયેલી દુર્ઘટના માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દેશનાં લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સાદગીપૂર્ણ રીતે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બોટાદના પ્રાંત અધિકારીશ્રી દીપકભાઈ સતાણી તેમજ ડીવાયએસપીશ્રી મહર્ષિ રાવલએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગશિક્ષકો, વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા.
આ પ્રસંગે બોટાદ મામલતદારશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.