વિરપુર બેંક ઓફ બરોડાના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે બારોબાર પૈસા ઉપાડી ઉચાપત કરી….
મહિસાગર જીલ્લાના વિરપુર બેન્ક ઓફ બરોડના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે ફ્રોડ કરી બારોબાર પૈસા ઉપાડી ઉચાપત કરી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. આ બાબતે તાપસ કરતા કેટલાક ભોગ બનનાર ગ્રાહકો પાસેથી જાણવા મળ્યું છે કે અમારા પૈસા અમે જ્યારે બેન્કમાં ઉપાડવા આવ્યા ત્યારે ખબર પડી કે ખાતામાં પૈસા નથી. હાલ તો 10 જેટલા ગ્રાહકોના 20 લાખની આજુબાજુનું ફ્રોડ થયું હોય તેવું જાણવા મળ્યું છે. જ્યારે આ બાબતે અરજદારો દ્વારા બેન્ક મેજનરને અરજી કરતા બેન્ક મેનેજરે દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે વિરપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં ફરજ બજાવતા કેશિયરની કરતુત બહાર આવી છે. આ કેશિયરે બેન્કમાં ખાતુ ધરાવતા એક – બે નહીં પરંતુ દસથી વધુ વ્યક્તિના રૂ.20 લાખ જેવી રકમ લઇ ભાગી ગયો છે. આ અંગે ખાતેદારોએ બેન્ક મેનેજરને રજુઆત કરતાં તેઓ પણ ચોંકી ગયાં હતાં અને તુરંત પોલીસ મથકે અરજી આપી હતી. એક તરફ લગ્નસરા ચાલી રહી છે. ખાતેદારોએ પુત્ર – પુત્રીના લગ્ન માટે થાપણો બેંકમાં મુકી હતી. આવા સમયે બેન્ક કેશિયર લાખો રૂપિયાની રકમ ઉસેડી ભાગી જતાં છતે પૈસે ખાતેદારોને પ્રસંગ કરવો મુશ્કેલ બની ગયો છે. આ અંગે બેન્ક પરિસરમાં ચાલતી ચર્ચા મુજબ, કર્મચારીએ આવા અનેક ખાતેદારના નાણા ચાઉ કરી ગયો છે. એક અંદાજ મુજબ આ રકમ 50 લાખ રૂપિયા સુધીની થવા જાય છે. જોકે, આ પોલીસ તપાસમાં બહાર તેવી શક્યતા છે....
ચેક વટાવવા ગયેલા ખેડૂતના રૂ.80 હજાર લઇ ભાગી ગયો (બોક્સ)
વિરપુરના ગાધેલી ગામમાં રહેતા પટેલ ભાનુભાઈ હિરાભાઈના પૌત્ર રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 11મી એપ્રિલના રોજ રૂ.2.80 લાખનો ચેક લખી નાણા ઉપાડવા જતાં જે તે સમયે બેન્કના કર્મચારીએ રોકડ ન હોવાનું કહેતાં ફરી 15મી એપ્રિલના બેન્ક પર ગયા હતા. જ્યાં દોઢ લાખ રૂપિયા આપ્યાં હતાં. બીજી રકમ બેન્કમાં ન હોવાથી 17મીએ ફરી ગયાં હતાં. આ સમયે રૂ.50 હજાર આપ્યાં હતાં. બાકીના રૂ.80 હજાર લેવા માટે 21મીએ બેન્કમાં જતાં કેશિયર બેન્ક છોડી ભાગી ગયો હતો. આમ, પટેલ ભાનુભાઈ હિરાભાઇના રૂ.80 હજાર કેશિયર લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું....
નાણા મળશે તો જ હું ઘરે જઇશ...
બેન્કમાં નાણા ઉપાડવા માટે આવ્યો રૂ.75 હજારનો ચેક આપ્યો હતો. આ સમયે રોકડ નથી, તેમ કહ્યું હતું. આથી, રોકડ આવે ત્યારે આવજો. જોકે, ચારેક દિવસ બાદ ફરી ફોન કરી તપાસ કરતા રોકડ આવી નથી. તેમ જ જણાવવામાં આવ્યું હતું. આ અંગે બેન્કમાં તપાસ કરતાં કેશિયર મળી આવ્યો નહતો. મેનેજરને વાત કરતાં તેઓએ અરજી લખાવી હતી. પરંતુ નાણા મળ્યાં હતાં. મારી દિકરીના લગ્ન હોવાથી નાણાની સખ્ત જરૂર છે. પરંતુ બેન્ક તરફથી કોઇ પ્રત્યુતર નથી. પૈસા મળશે તો જ હુ ઘરે જઇશ. નહીંતર અહીં જ રોકાઇશ.
- ખાંટ જેઠાભાઈ સોમાભાઈ, પાંટા, વિરપુર
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
