ન્યૂઝના અહેવાલની અસર પડતા સીતાગઢ સ્કૂલમાં તળાબંધી ખોલવામાં આવી. - At This Time

ન્યૂઝના અહેવાલની અસર પડતા સીતાગઢ સ્કૂલમાં તળાબંધી ખોલવામાં આવી.


થોડા સમય પહેલા સાયલા તાલુકાના સીતાગઢ બાળકોના વાલીઓએ અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇ સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી હતી. જ્યારે ન્યુઝના અહેવાલની અસર પડતા જ તંત્રમાં દોડધામ મચી હતી આખરે ચોથા દિવસે અધિકારી ઓ દ્વારા સ્કૂલના તાળા ખોલી શાળાઓ શરૂ કરવામાં આવી હતી.જેમા ,પ્રેમની પરબ, પ્રોજેક્ટ સાયલા તરફથી અને બીજા શિક્ષક શાળા પરિવાર તરફથી મૂકવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય તથા તેમના પત્ની હેતલબેન પટેલ ની કામગીરી સામે ગ્રામજનોને અસંતોષ છે. જેથી ગામ લોકોની ઉપસ્થિત હાજરીમાં આચાર્ય તથા તેમની પત્ની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે. જેની અધિકારીઓએ ખાતરી આપી હતી‌. સાથે સાથે સ્કૂલમાં આવતી ગ્રાન્ટો નાં નાણાકીય તપાસ કરવી, બાળકોને સારું શિક્ષણ આપે,જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇ અધિકારીઓ સૂચન આપી ને બાંયેધરી આપવામાં આવી હતી.ત્યારબાદ સીતાગઢ પ્રાથમિક શાળા માં બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરાવામાં આવ્યો હતો.સાથે સાથે બાળકો અને તેમના વાલીઓમાં આનંદની લાગણી સવાઈ હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.