એક તરફ ‘દાદાનું બુલડોઝર’, બીજી તરફ સૂતું AMC – શું ગેરકાયદેસર બિલ્ડર ગુનેગાર નથી? - At This Time

એક તરફ ‘દાદાનું બુલડોઝર’, બીજી તરફ સૂતું AMC – શું ગેરકાયદેસર બિલ્ડર ગુનેગાર નથી?


અમદાવાદ, તા. ૨૧: અમદાવાદમાં જાહેર માર્ગ પર આંતક ફેલાવનારા અસામાજિક તત્વોની ધરપકડ થયા બાદ પોલીસ દ્વારા કરાયેલ ઝડપી અને દંડાત્મક કાર્યવાહી પ્રશંસનીય છે. તેમણે કાયદાની ઉલ્લંઘના કરતા તત્વો સામે “દાદાનું બુલડોઝર” ચલાવી તાત્કાલિક અસરથી તેમની મિલકતો તોડી પાડવાનો કડક સંદેશો આપ્યો છે.

પરંતુ, એ જ તંત્ર અને AMC જ્યારે દાણીલીમડાની છિપા સોસાયટી સામે ઊભી કરાયેલી ગેરકાયદેસર છ માળની બિલ્ડિંગ સામે પગલાં લેવાનું ટાળી રહી છે, ત્યારે આ દોઢધારી નીતિ સામે લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.

સવાલ એ છે – શું જાહેર માર્ગ પર આતંક ફેલાવનારો જ ગુનેગાર ગણાય?
તો પછી શહેરી કાયદાઓનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ બાંધનાર વ્યક્તિ ગુનેગાર નથી? જો તંત્ર આતંકીઓ સામે તાત્કાલિક બુલડોઝર ચલાવી શકે છે, તો બિલ્ડરો પર કેમ નહિ?

દાણીલીમડાની છિપા સોસાયટી સામે આવેલી આ બિલ્ડિંગ વિષે ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ લેખિત ફરિયાદ AMC ને આપવામાં આવી હતી. તેના ત્રણ માસ વીતી ગયા છતાં આજે સુધી માત્ર "પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ નથી" જેવું બહાનું આપીને કાર્યવાહી ટાળી દેવામાં આવી રહી છે. શું આ બહાનાને પણ હવે 'ગેરકાયદેસર બિલ્ડરોની ઢાલ' તરીકે જોવામાં ન આવે?

સ્થાનિક લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે:
જો કોઈ મકાન વિધાન વિરુદ્ધ છે, તો તે તોડી પાડવામાં આવે, પણ જ્યારે વિશાળ ગેરકાયદેસર બિલ્ડિંગ છે, જેમાં દુકાનો અને ફ્લેટ ભાડે આપી કમાણી થઈ રહી છે – તો AMC કેમ ચૂપ છે?

શું AMCની મૌનતા પાછળ કોઈ છુપાયેલું હેતુ છે? શું બિલ્ડરને કોઈ પ્રકારનું રક્ષણ મળતું છે?

જો પોલીસ “દાદાનું બુલડોઝર” ચલાવી શકે છે, તો AMC કેમ ઢીળી નીતિ દાખવે છે? શું ગુજરાતમાં કાયદા બધાને માટે સમાન છે કે પસંદગીસર?

લોકો હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે:

મ્યુનિસિપલ કમિશનર જાતે આ કેસમાં હસ્તક્ષેપ કરે

બિલ્ડિંગ તોડી પાડવા તાત્કાલિક આદેશ આપે

અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે

કાયદો લાગુ કરવો છે તો બધા માટે – નહિ કે પસંદગીસર.
AMC ની નિષ્ક્રિયતા હવે તંત્રની ન્યાયવિહિન છબી ઉભી કરે છે – જેને હવે તાત્કાલિક બદલવી જ પડશે!

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image